ડીસાની બીજી એડીશનલ કોર્ટે ધી બૈતુલનશર બચત અને ધિરાણ સહકારી મંડળીની લોન ન ભરનાર આરોપીને 6 માસની સજાનો હુકમ ફટકાર્યો

- Advertisement -
Share

6 માસની સજા અને રૂ. 5,02,245 ચૂકવવાનો હુકમ કરતાં લોન લેનાર ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો

 

ડીસાના રાજપુરમાં આવેલ ધી બૈતુલનશર બચત અને ધિરાણ સહકારી મંડળીમાંથી આજથી 4 વર્ષ અગાઉ લોન લેનારે ચેક આપ્યો હતો.
પરંતુ ચેક રીટર્ન થતાં મંડળીએ કોર્ટમાં ફરિયાદ કરતાં આરોપીને 6 માસની સજા સાથે વ્યાજ સાથે ભરવાનો હુકમ કરતાં ચકચાર મચી ગઇ છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાની બૈતુલનશર બચત અને ધિરાણ સહકારી મંડળીમાંથી બીડી કામદાર સોસાયટીમાં રહેતાં રફીકભાઇ મહંમદસફી શેખે ધિરાણ મેળવ્યું હતું.

 

જે ધિરાણ સમયસર ન ભરતાં મંડળીના અધિકારીએ ઉઘરાણી કરતાં રફીકભાઇ શેખે રૂ. 5,02,245 નો ચેક લખી આપ્યો હતો.

 

જે ચેક મંડળીના ખાતામાં જમા મોકલાવતાં ચૂકવવા પાત્ર ભંડોળ ન હોઇ ચેક રીટર્ન થતાં ફરિયાદી મંડળીએ ડીસાની મહે. એડી. ચીફ જ્યૂડી. મેજી. સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતાં ધી નેગોશિયેબલ

 

ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબની ફરિયાદ દાખલ કરતાં જે ફરિયાદ ચાલી જતાં નામદાર કોર્ટે આરોપી રફીકભાઇ મહંમદસફી શેખને 6 માસની સજા અને રૂ. 5,02,245 ચૂકવવાનો હુકમ કરતાં લોન
લેનાર ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ કામે મંડળી તરફથી વકીલ એચ. જે. સુમરા હાજર રહ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!