ડીસામાં કરીયાણા મરચન્ટ એસોસીએશન દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

ખાદ્ય ચીજ વસ્તુઓમાં જી.એસ.ટી. નાબૂદ કરવા રજૂઆત કરાઇ

 

સરકાર દ્વારા લોકોને રોજીંદી ખાદ્ય ચીજ વસ્તુઓમાં જી.એસ.ટી. લાગુ કરતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોંઘવારી વચ્ચે વધારાનો બોજો આવતાં લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.

જેથી સરકારે કરેલ ખાદ્ય ચીજવસ્તુઓમાં જી.એસ.ટી. લાગુ તેને હટાવવા સમગ્ર ગુજરાતમાં વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે.
ત્યારે શનિવારે ડીસામાં કરીયાણા મરચન્ટ એસોસીએશન દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

 

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.

 

ત્યારે જી.એસ.ટી. કાઉન્સલર દ્વારા રોજીંદી ખાદ્ય ચીજવસ્તુઓમાં જી.એસ.ટી. લાગુ કરતાં સમગ્ર ગુજરાતમાં વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જી.એસ.ટી. કાઉન્સલર દ્વારા ગોળ પ્લેન પેકીંગમાં આવે છે.

 

તે ગાય અને દૂધાળા ઢોરના ચારામાં નખાય છે. જયારે દાળ, આટા અને ચોખા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રોજેરોજ ઉપયોગી લેતાં ખાદ્ય ચીજવસ્તુઓમાં જી.એસ.ટી. લાગુ કરતાં આ તમામ લોકો મોંઘવારી

 

વચ્ચે જી.એસ.ટી. કાઉન્સલર દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓમાં જી.એસ.ટી. લાગુ કરતાં આ તમામ લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.

 

જેથી શનિવારે બનાસકાંઠા જીલ્લાના ડીસામાં કરીયાણા મરચન્ટ એસોસીએશન વેપારીઓ દ્વારા જી.એસ.ટી. કાઉન્સલર અને કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયને જી.એસ.ટી. દૂર કરવા ડીસાના નાયબ
કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જો આ રજૂઆતને ધ્યાને નહીં લેવાય તો ઓલ ઇન્ડીયા એસોસીએશન નિર્ણય સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!