પાલનપુરમાં ડમ્પીંગ સાઇટને હટાવવા વિપક્ષ પ્રમુખ અને કોર્પોરેટરોએ આરોગ્ય મંત્રી અને નગરપાલિકા પ્રમુખના પૂતળાનું દહન કર્યું

- Advertisement -
Share

પાલનપુરના માલણ દરવાજા ડમ્પીંગ સાઇટને લઇને વિપક્ષનો વિરોધ : પોલીસની હાજરી વચ્ચે પ્રમુખના પૂતળા દહન કર્યું

 

પાલનપુરની માલણ દરવાજા નજીક ડમ્પીંગ સાઇટના લીધે છેલ્લા કેટલાંક સમયથી 20 ગામોને જોડતો માર્ગ બંધ છે. જયારે આજુબાજુની 20 સોસાયટીના રહીશોનું આરોગ્ય સામે ખતરો છે.
જેથી શુક્રવારે વિપક્ષ દ્વારા ગેરકાયદેસર ડમ્પીંગ સાઇટ હટાવી અને સફાઇ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસની હાજરીમાં પ્રમુખના પૂતળાનું દહન કરાયું હતું.
બનાસકાંઠા જીલ્લા મથક પાલનપુરમાં આવેલ માલણ દરવાજા નજીક ડમ્પીંગ સાઇટના કારણે છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યા સર્જાય છે.
તેને દૂર કરવા અનેકવાર સ્થાનિક લોકોએ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. પરંતુ આજ દિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ ડમ્પીંગ સાઇટના કારણે 20 ગામોને જોડતો માર્ગ પણ બંધ હાલતમાં છે. જેના કારણે લોકોને અવર-જવર કરવા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
જયારે આ ગેરકાયદેસર ડમ્પીંગ સાઇટમાં અનેકવાર આગ લાગવાથી અનેકવાર આજુબાજુના લોકોને શ્વાસ અને ચામડીના રોગ થવાની ભીતિ સેવાઇ રહી છે.

 

આજુબાજુમાં આવેલ 20 જેટલી સોસાયટીના રહીશોનું આરોગ્ય પણ જોખમાઇ રહ્યું છે. આ ગેરકાયદેસર ડમ્પીંગ સાઇટને દૂર કરવા શુક્રવારે વિપક્ષ આગળ આવ્યું છે.

 

વિપક્ષ અને સ્થાનિક લોકોએ ડમ્પીંગ સાઇટ પાસે સૂત્રોચ્ચાર કરી ધરણા યોજ્યા હતા. જયારે ડમ્પીંગ સાઇટ હટાવી અને સફાઇ કરવાની માંગ કરાઇ હતી.

 

આ વિરોધને લઇ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસની હાજરીમાં નગરપાલિકાના વિપક્ષ પ્રમુખ અને કોર્પોરેટરોએ આરોગ્યમંત્રી અને નગરપાલિકા પ્રમુખના પૂતળાનું દહન કર્યું હતું.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!