ભાભરના એક ગામે પરિણીત મહિલાએ સાસરીમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

- Advertisement -
Share

ભાભરના અસાણા ગામે પરણિત મહિલાએ તેના સાસરિયામાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા પિયરપક્ષે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં હત્યા તેમજ આત્મહત્યાના બનાવો એક પછી સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ભાભરના અસાણા ગામે એક પરણિત મહિલાએ તેના સાસરીમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મહિલાએ તેના સાસરીમાં ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરતા જાણ પિયરપક્ષને થતા પિયરપક્ષે તાત્કાલિક ભાભર પોલીસને જાણ કરતા પોલીસની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકની લાશને ભાભર સિવિલ પી.એમ અર્થે ખસેડી હાલ પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ મહિલાએ આત્મહત્યા કરે કે તેની હત્યા કરવામાં આવી તે પી.એમ રિપોર્ટ બાદ ખ્યાલ આવશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!