ડીસામાં આનંદ મેળામાં ચક્કડોળનો એક ઝૂલો તૂટ્યો : સદનસીબે મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

કોઇ પણ દુર્ઘટના ન બને તે માટે મેળાના આયોજકો દ્વારા સરકારી કચેરીઓમાં બાંહેધરી પત્ર આપવામાં આવતો હોય છે

 

ડીસાના હવાઇ પિલ્લર મેદાનમાં હાલમાં આનંદ મેળો આવેલો છે. જેમાં રોજેરોજ અનેક લોકો મેળામાં આનંદ માણવા માટે જતાં હોય છે.
ત્યારે હવાઇ પિલ્લર મેદાન ખાતે આવેલા આનંદ મેળામાં મોટા ચક્કડોળનો એક ઝૂલો તૂટી નીચે પડયો હતો પરંતુ સદનસીબે કોઇ હાજર ન હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી.
આજના સમયમાં બાળકોને આનંદ મળી રહે તે માટે મેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. દર વખતે ડીસાના હવાઇ પિલ્લર ખાતે આનંદ મેળો યોજાય છે.
જેમાં ડીસા શહેરી વિસ્તાર સહીત આજુબાજુના અનેક વિસ્તારોમાં રોજેરોજ અસંખ્ય લોકો મેળામાં આનંદ માણવા માટે આવતાં હોય છે.

કોઇપણ વિસ્તારમાં મેળો ચલાવવા માટે સરકારી કચેરીઓમાંથી પરમિશન લેવામાં આવતી હોય છે અને આ પરમિશનમાં કોઇ પણ દુર્ઘટના ન બને તે માટે મેળાના આયોજકો દ્વારા સરકારી કચેરીઓમાં બાંહેધરી પત્ર આપવામાં આવતો હોય છે.

 

પરંતુ આજે પણ એવી અનેક ઘટનાઓ મેળાઓમાં સામે આવતી હોય છે કે, જેના કારણે લોકોમાં ભય જોવા મળતો હોય છે.

 

મેળાની શરૂઆત કરતાં પહેલાં આયોજન દ્વારા તમામ સાધનોને યોગ્યતાપૂર્વક ચકાસણી કરવામાં આવતી હોય છે પરંતુ કેટલીક વાર મેળા આયોજકની બેદરકારીના કારણે અનેક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.

 

ત્યારે ડીસાના હવાઇ પિલ્લર મેદાનમાં હાલમાં આનંદ મેળો ચાલી રહ્યો છે. જેમાં બાળકો અને મોટા સૌ કોઇ આનંદ મેળવી શકે તે માટે અનેક પ્રકારની રાઇડ્સ ઉભી કરવામાં આવી છે.

 

જેમાં ખાસ કરીને લોકોને સૌથી વધુ આનંદ મોટા ચક્કડોળમાં આવતો હોય છે પરંતુ ડીસાના હવાઇ પિલ્લર મેદાન ખાતે લગાવવામાં આવેલી મોટા ચક્કડોળમાં મેળા આયોજકની ગંભીર બેદરકારીના કારણે ચક્કડોળમાંથી એક મોટો ઝૂલો તૂટીને નીચે પડયો હતો.
જોકે, સદનસીબે આ ઝુલામાં કોઇ વ્યક્તિ સવાર ન હતું કે ના તો કોઇ ચક્કડોળની નીચે હતું. જો આવા સમયે ચક્કડોળમાં કોઇ સવાર હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના થઇ હોત ત્યારે આવા આયોજકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!