ડીસાના ભોયણ પાટીયા નજીક કાર પલ્ટી ખાતાં 1 યુવકનું મોત : 2 વ્યકિતઓ ઘાયલ

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા

 

ડીસા તાલુકાના ભોયણ ગામ નજીક શુક્રવારે મારુતિ કાર પલ્ટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે 2 વ્યકિતઓને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

 

ત્યારે નેશનલ હાઇવે પર સર્જાતા વારંવાર અકસ્માતોને લઇ હાલ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા એક મહીનામાં ડીસા તાલુકામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે.

 

જેમાં વારંવાર સર્જાતા આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે આવો જ એક અકસ્માત ડીસા તાલુકાના ભોયણ ગામના પાટીયા નજીક શુક્રવારે સર્જાયો હતો.

 

જેમાં ડીસા તાલુકાના વરણ ગામના વતની ગણપતભાઇ ઇશ્વરભાઇ ઘોઘોળ પોતાની કાર લઇને પાલનપુરથી 3 લોકો ડીસા તરફ આવી રહ્યા હતા.

 

તે સમયે ભોયણ ગામના પાટીયા નજીક અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મારૂતિ કાર રોડ પર પલ્ટી ખાતાં મારુતિ કારમાં સવાર ગણપતભાઇ ઘોઘોળનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
જ્યારે ગાડીમાં અન્ય 2 વ્યકિતઓને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જ્યારે વરણ ગામના ગણપતભાઇનું મોત નિપજતાં રબારી સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!