પાલનપુરમાં ગીરવે મૂકેલી કારની ખોટી નોટરી કરી બારોબાર વેચી મારતી ગેંગનો પર્દાફાશ : પોલીસે 3 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

ખોટી નોટરી કરાવી ગાડીઓ વેચી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ

 

બનાસકાંઠામાં ગાડી અડાણા પેટે લીધા બાદ તેના રૂપિયા ચૂકવ્યા બાદ પણ તેના માલિકને ગાડી પરત ન આપી અને ખોટા દસ્તાવેજો બનાવી ગાડી બારોબાર વેચી મારતી ગેંગનો પર્દાફાશ થયો છે.
આ અંગે પાલનપુર તાલુકા પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રૂપિયાની જરૂર હોઇ ગીરવે મૂકેલી કાર ખોટી નોટરી કરી વેચી મારતાં ફરિયાદ નોંધાઇ છે.

જો તમે ગાડી અડાણા પેટી મૂકીને રૂપિયા લાવતા હો તો ચેતી જજો કારણ કે, હવે એવી પણ ગેંગ સક્રીય છે કે, તમે ગાડી અડાણા પેટે મૂક્યા બાદ તેના રૂપિયા ચૂકવી દો તો પણ તમારા ખોટા દસ્તાવેજો ઉભા કરી

 

ગાડી બારોબાર વેચી દેવાની ઘટના બનાસકાંઠાના પાલનપુરમાં બની છે. પાલનપુરમાં રહેતાં હરેશભાઇ શ્રીમાળીએ પણ આ જ રીતે પોતાની ગાડી મકસુદ ગાયકવાડ નામના શખ્સને અડાણે આપી રૂપિયા લીધા હતા.

 

ત્યારબાદ તેમની આર્થિક પરિસ્થિતિ સુધરતાં તેઓએ મકસુભાઇને તમામ રૂપિયા ચૂકવી દીધા હતા. જોકે, તે બાદ પણ તેમને ગાડી પરત આપી ન હતી.
આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં તપાસ હાથ ધરાઇ હતી. આ મામલે તપાસ કરતાં મકસુદ ગાયકવાડ, રણજીત હડીયોલ અને બાબુજી પઢિયાર નામના આરોપીઓ ગાડી અડાણે લીધા
બાદ ગાડી માલિકના નામનો સ્ટેમ્પ મેળવી તેનો ફોટો ચોટાડી, ખોટી સહી અને બનાવત કરી નકલી દસ્તાવેજ બનાવી ગાડી બારોબાર વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે અત્યારે 3 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!