જૂનાડીસાની આંગણવાડી કાર્યકર યુવતીને સાસરીયાઓ દ્વારા ત્રાસ આપતાં ચકચાર

- Advertisement -
Share

યુવતીએ પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં રહેતી અને સિદ્ધપુર તાલુકાના ડુંગરીયાસણ ગામમાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતી યુવતીને તેના પતિ સહીત સાસરીયાઓએ દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે યુવતીએ પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં રહેતાં અહેમદખાન ફતેખાન રાઠોડની દીકરી સામિયાના લગ્ન સાતેક વર્ષ અગાઉ સિદ્ધપુર તાલુકાના ડુંગરીયાસણ ગામના વસીમખાન મહેબૂબખાન સિપાઇ સાથે થયેલા હતા.

 

લગ્ન બાદ તેમનું સંસાર વ્યવસ્થિત ચાલતો હતો પરંતુ 2 વર્ષ સુધી કોઇ સંતાન ન થતાં સામિયાના પતિ વસીમખાને તેણીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

 

ત્યારબાદ તેણીની પાસે દહેજની માંગણી કરી વારંવાર તેણીને મારઝૂડ કરવામાં આવતી હતી. જ્યારે તેના સસરા, સાસુ અને નણંદ દ્વારા પણ તેના પતિની ચઢામણી કરી મારમારી શારીરિક-માનસિક ત્રાસ આપતાં

 

સામિયા ત્રણેક વર્ષ અગાઉ તેના પિતાના ઘરે જૂનાડીસા રહેવા આવી ગઇ હતી. જે બાદ વસીમ દ્વારા તેણીને તલાકની નોટીસો પણ પાઠવવામાં આવી હતી.
જો કે, સામિયાએ એક નોટીસનો સ્વીકાર કરી બીજી નોટીસ સ્વીકારી ન હતી. જેથી તેના પતિ સહીત સાસરીયાઓએ જૂનાડીસા સમાધાન માટે આવી અમારે સામિયાને રાખવી જ નથી તેમ કહી ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે સામિયાએ તેના પતિ વસીમખાન સિપાઇ, સસરા મહેબૂબખાન સિપાઇ, સાસુ જરીનાબેન સિપાઇ અને નણંદ સાહેલાબેન કુરેશી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!