ડીસાના સમૌ મોટામાં રસ્તે ચાલવા બાબતે યુવક પર 4 શખ્સોએ જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

ડીસા તાલુકા પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં રહેતાં અને ક્વોરી ચલાવતા યુવકને ગાડીમાં આવેલ ચારેક શખ્સોએ તું અહીંથી કેમ ચાલે છે તેમ કહી અપશબ્દો બોલી મારમારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે ઇજાગ્રસ્ત યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં રહેતાં રાજેશકુમાર પીરાજી ઠકકર (ઉં.વ.આ. 48) ડીસા તાલુકાના છત્રાલા ગામમાં રેતીની ક્વોરી ચલાવે છે.

 

જેઓ ગત તા. 10/07/2022 ના રોજ રાત્રિના આઠેક વાગ્યે પોતાનું મોટર સાઇકલ લઇ ક્વોરીથી પરત રાનેર તરફ આવી રહ્યા હતા અને ડીસાના સમૌ મોટા ગામની નહેરના રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યા હતા.

 

તે દરમિયાન તેમની પાછળ આવી રહેલા કીયા કાર ચાલકે હોર્ન મારતાં તેઓએ બાઇક સાઇડમાં ઉભું રાખ્યું હતું અને તે દરમિયાન પાછળ આવી રહેલા કાર ચાલક તેમની નજીક આવી કાર ઉભી રાખી હતી.
અને કારમાંથી ચારેક શખ્સો મોઢું બાંધી નીચે ઉતર્યાં હતા અને તેમાનો એક શખ્સે તેમને કહેલ કે, તું અહીંયાથી આ રસ્તે કેમ નીકળે છે તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા.
જો કે, રાજેશભાઇએ અપશબ્દો બોલવાની ના પાડતાં આ તમામ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને તેમના ઉપર હુમલો કરી લાકડી અને ધોકા વડે માર મારવા લાગ્યા હતા.
જો કે, હુમલાના પગલે ઝપાઝપીમાં એક શખ્સના મોંઢેથી દુપટ્ટો બાંધેલું છૂટી જતાં તે શખ્સ વિષ્ણુજી શંકરજી ઠાકોર (ઉંઝા) વાળો હોવાનું જણાવ્યું હતું.

 

જયારે હુમલાના પગલે રાજેશભાઇએ બૂમો પાડતાં આ શખ્સો કાર ચાલુ કરી હતી અને આ કાર રાજેશભાઇ ઉપર ચડાવવા જતાં તેઓ નજીકમાં આવેલી નહેરમાં કૂદી પડયા હતા.

 

જયારે અચાનક થયેલા હંગામાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જયારે જતાં જતાં શખ્સોએ રાજેશભાઇને કહેલ કે, આજે તું બચી ગયો હવે તું મળશે તો તને જીવતો નહી છોડીએ તેમ કહી કાર લઇ ફરાર થઇ ગયા હતા.
આ બનાવના પગલે રાજેશભાઇએ તેમના પરિવારજનોને સઘળી હકીકત જણાવી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે વિષ્ણુજી શંકરજી ઠાકોર (રહે. વિશોલ, તા. ઉંઝા) વાળો અને અન્ય 3 શખ્સો મળી 4 સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!