ડીસા: એક સમયનું ઉત્તર ગુજરાતનું સર્વશ્રેષ્ઠ બસસ્ટેસન આજે ગંદકીમાં ખદબદ

- Advertisement -
Share

ઉત્તર ગુજરાતની આર્થિક પાટનગરી એવા ડીસાનું નવા બસસ્ટેન્ડ પારાવાર ગંદકીથી ખદબદી ઉઠ્યું છે. સફાઈના અભાવે આ નવીન બસસ્ટેન્ડની હાલત નરકાગર સમાન બની ચુકી છે. તેમાંય હાલમાં ચોમાસાની સિઝન હોઈ સમગ્ર બસસ્ટેન્ડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થિતી વિકટ બની છે.

ચોમેર પાણી ભરાઈ જતા અહીં આવતા મુસાફરો ભારે હાલાકી વેઠી રહ્યાં છે જેમાં જાહેર સોચાલય, સિડી, પાર્કિંગ વિસ્તારમાં સફાઈ ના થતા કચરાના ઢગ ખડકાઈ જતા સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ મામલે વારંવાર એસટી વિભાગને રજુઆત કરવા છતાં પણ સફાઈ કરવામાં આવતી નથી.
જોકે, ગંદકીના કારણે આ વિસ્તારમાં ગંભીર રોગચાળો પણ ફેલાવાની ભીતિ સ્થાનિક વેપારીઓ સેવી રહ્યા છે. જોકે, અગાઉ આદિત્ય કોમ્પ્લેક્સથી આવરીને બનેલું નવીન બસસ્ટેન્ડ સમગ્ર ઉત્તર ગુજરાતનું સુવિધાસભર બસ સ્ટેન્ડ ગણાતું હતું. પરંતુ આજે આ બસ સ્ટેન્ડના કોમ્પ્લેક્સ આવરા તત્વોનો અડ્ડો બની ચૂક્યું છે. તેમજ મોડી સાંજે અનેક આવારા તત્વો આ કોમ્પ્લેક્સની સીડીઓની અંદર દારૂની મહેફિલ પણ માણે છે તેમ છતાં આ બાબતે અહીં કોઈ જ પોલીસ પોઇન્ટના હોવાના કારણે આવરા અને લૂખા તત્વોનો છૂટો દોર મળી રહયો છે.
પાનની પિચકારીઓ અને પેશાબની ગંદકીથી લતપત

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!