ડીસાના ખેટવા નજીક ટ્રેનની અડફેટે 5 ગાયોના મોત

- Advertisement -
Share

ટ્રેનની અડફેટે 5 ગાયો આવી જતાં રેલ્વે વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા

 

ડીસા તાલુકાના ખેટવા ગામ નજીકથી પસાર થતી રેલ્વે ફાટક નજીક સોમવારે રેલ્વે પટરી ઉપર 5 ગાયો આવી જતાં ટ્રેનની અડફેટે 5 ગાયના મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે.
જયારે રેલ્વે પટરી પર રેલ્વેની ટક્કરથી મોત નીપજેલી પાંચેક ગાયોને આજુબાજુના સ્થાનિક લોકો અને રેલ્વે અધિકારીઓએ બહાર નીકાળી હતી. જયારે બાજુમાં પડેલ જમીનમાં આ પાંચેય ગાયોની દફનવિધી એક સાથે કરાઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ખેટવા ગામ નજીક રેલ્વે ફાટક પાસે સોમવારે એક કરુણ ઘટના બની હતી. જેમાં ખેટવા ગામ નજીક પસાર થતી રેલ્વે ફાટકની બાજુમાં ગાયો ઘાસ ચરી રહી હતી.
તે દરમિયાન અચાનક 5 જેટલી ગાયો ખેટવા રેલ્વે ફાટક ક્રોસ કરી રેલ્વે પટરી પર ચડી ગઇ હતી. જે અંગેનું ધ્યાન રેલ્વે સિક્યુરીટી ગાર્ડ અને કોઇપણ વ્યક્તિને થઇ ન હતી.

જેથી ખેટવા નજીકથી પસાર થઇ રહેલી રેલ્વેની અડફેટે આ પાંચેય ગાયો આવી ગઇ હતી. ટ્રેનની ટક્કર લાગતાંની સાથે જ આ પાંચેય ગાયોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.

5 ગાયોના ટ્રેનની અડફેટે આવતાં મોતના સમાચારથી રેલ્વે વિભાગના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

 

આ ઘટનાની જાણ વાયુવેગે આજુબાજુના લોકોમાં પ્રસરી જતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જયારે 5 જેટલી ગાયોના મોતથી સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

 

ત્યારબાદ રેલ્વે પટરી પર રેલ્વેની ટક્કરથી મોત નીપજેલી પાંચેક ગાયોને આજુબાજુના સ્થાનિક લોકો અને રેલ્વે અધિકારીઓએ બહાર નીકાળી હતી.
જયારે બાજુમાં પડેલ જમીનમાં આ પાંચેય ગાયોની દફનવિધી એક સાથે કરાઇ હતી. અચાનક એક જ સાથે 5 ગાયોના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!