પાલનપુરમાં નવો બગીચો રૂ. 45 કરોડના ખર્ચે બનશે

- Advertisement -
Share

સોઇલ ટેસ્ટીંગ, માર્ગ અને મકાન વિભાગે ખાનગી એજન્સીને કામ સોંપ્યું

 

પાલનપુરમાં આખરે રૂ. 45 કરોડના ખર્ચે 2 માળની કલેકટર કચેરીને બગીચામાં જ બનાવવા સૈધાંતિક મંજૂરી મળી ગઇ છે. હવે વહીવટી મંજૂરી માટેની રાહ જોવાઇ રહી છે.
જે બાદ ટેન્ડર પ્રક્રીયા કરાશે. હાલમાં જોરાવર પેલેસના બગીચામાં લહેરાતાં તમામ ઝાડ કાપી નવો બગીચો બનાવાશે. નવી કલેકટર કચેરી માટે શુક્રવારથી સોઇલ ટેસ્ટીંગ પ્રક્રીયા હાથ ધરાઇ હતી.

 

પાલનપુરમાં કલેકટર કચેરી ક્યાં બનાવવી તેને લઇ પાછલા કેટલાંક મહીનાઓથી ગડમથલ ચાલી રહી હતી. અગાઉ સદરપુર ખસેડવાની હીલચાલ થતાં જીલ્લા પંચાયતના સભ્યોએ બહુમતી સાથે પથિકા શ્રમ કલેકટર કચેરી માટે ફાળવી દેવા સર્વાનુમતે નક્કી કર્યું હતું.
તેવામાં આ બધા વિવાદો વચ્ચે અગાઉ જ્યાં પસંદગી કરાઇ હતી તે જ જોરાવર પેલેસ સંકુલમાં રૂ. 45 કરોડના ખર્ચે 2 માળની કલેકટર કચેરીને બનાવવા સૈધાંતિક મંજૂરી રાજ્ય સરકાર દ્વારા અપાઇ ગઇ હોવાનું સામે આવ્યું છે.

 

કલેકટર કચેરીના નિર્માણ કરીને લઇ આખો બગીચો ઉપરાંત જન સુવિધા કેન્દ્ર સહીતની આખી જગ્યા ખુલ્લી કરી તમામ ઝાડ કાપી નવી ઇમારતના નિર્માણ બાદ નવો બગીચો બનાવવા આયોજન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
તે દરમિયાન શુક્રવારે નવી કલેકટર કચેરી જે બગીચામાં બનવાની છે તે જગ્યાના માટીના નમૂના લઇ લેબમાં ટેસ્ટીંગ માટે મોકલવાની પ્રક્રીયા હાથ ધરાઇ છે.

 

માર્ગ અને મકાન વિભાગે ખાનગી એજન્સીને કામ સોંપ્યું છે. જેઓ 50 ફૂટ અંદરથી જમીનના સેમ્પલ લેવાની કામગીરી કરી રહ્યા છે.
જમીન કેટલો ભાર સહન કરી શકે છે તેને લઇ સોઇલ ટેસ્ટ કરવા માટે 50 ફૂટ ઉંડે જમીનમાં પાઇપો ઉતારવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગે ખાનગી એજન્સીને આ માટે જવાબદારી સોંપી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!