દિયોદરના સોનીમાં ભારે વરસાદથી પાણી ભરાયું

- Advertisement -
Share

દિયોદરથી ભીલડી તરફના ગ્રામિણ વિસ્તારનો જોડતો મુખ્ય માર્ગ બંધ થતાં વાહન વ્યવહાર અટવાયો

 

દિયોદરમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. દિયોદરથી ભીલડી તરફના ગ્રામિણ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ પાણી ભરાવાના કારણે બંધ થતા વાહન વ્યવહાર અટવાયો છે.
પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વારંવાર પાણી ભરાતાં લોકો હેરાન-પરેશાન થઇ ઉઠયા છે. જેથી સ્થાનિક લોકોએ ભારે મહેનતથી પાણીનો નિકાલ કર્યો છે.
બનાસકાંઠા જીલ્લામાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. દિયોદરમાં પણ સોની ગામમાં વરસાદી પાણી ભરાયા છે.
દિયોદરથી ભીલડી તરફના ગ્રામિણ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ બંધ થવા પામ્યો છે. સુજલામ-સુફલામ કેનાલ ઉપરના પુલ પર વરસાદી પાણી ભરાતાં વાહન વ્યવહાર અટવાયો હતો.

પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વારંવાર વરસાદથી પાણી ભરાતાં લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે.

 

અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન કરતાં સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

 

જયારે મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે રસ્તો બંધ થવાથી પરેશાન થયેલા સ્થાનિક લોકોએ જાતે ભારે મહેનત કરી પાણીનો નિકાલ કર્યો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!