ગૌશાળા-પાંજરાપોળને સરકારે સહાય ન ચૂકવતા સંચાલકો લાલઘૂમ : આંદોલનની રણનીતિ ઘડવા સોમવારે બેઠક

- Advertisement -
Share

કોરોના કાળ બાદ પ્રવર્તતી આર્થિક મંદીના કારણે ગૌશાળા અને પાંજરાપોળ માટે આધાર સ્તંભ ગણાતી દાનની આવક ઓછી થઇ ગઇ છે.

 

ગુજરાત સરકાર દ્વારા બજેટમાં રૂ. 500 કરોડની સહાયની ગૌશાળા-પાંજરાપોળમાં આશ્રિત ગૌવંશ સહીતના પશુઓ માટે જાહેરાત કરી હતી.

તે જાહેરાતને 4 મહીના કરતાં વધુ સમય વીતી જવા છતાં સરકાર તરફથી આગળની કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

સંચાલકો દ્વારા વારંવાર જવાબદાર નેતાઓને રૂબરૂ મળી રજૂઆતો કરવામાં આવી તેમ છતાં નેતાઓ તરફથી ફક્ત જૂઠા વાયદાઓ અપાય છે.

કોરોના કાળ બાદ પ્રવર્તતી આર્થિક મંદીના કારણે ગૌશાળા અને પાંજરાપોળ માટે આધાર સ્તંભ ગણાતી દાનની આવક ઓછી થઇ ગઇ છે.

અધૂરામાં પૂરૂ સરકારની સહાયની જાહેરાત બાદ દાનનો પ્રવાહ સાવ ઘટી ગયો છે. બીજી બાજુ ઘાસચારાના ભાવો આસમાને પહોંચી ગયા છે.

 

જેથી અબોલ પશુ જીવોને જીવાડવા અને સંસ્થા ચલાવવી દુષ્કર થઇ પડી છે. જેથી પશુઓને બચાવવા અને સરકારને જગાડવા ન છૂટકે સ્વ. ભરતભાઇ કોઠારીના માર્ગે ચાલી સૌ ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોએ

 

એક થઇ સરકાર સામે આંદોલન છેડવાની નોબત આવી છે. જેથી આંદોલનની રણનીતિ ઘડવા વિચાર વિમર્શ માટે શ્રી રાજપુર-ડીસા પાંજરાપોળ, કાંટ વિભાગ ખાતે તા. 11/07/2022 ને સોમવારના રોજ સવારે
10:00 કલાકે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે બેઠકમાં ગૌશાળા-પાંજરાપોળથી સંલગ્ન પૂજ્ય સાધુ સંતો-મહંતો અને જવાબદાર સંચાલકોને હાજર રહેવા આગ્રહ પૂર્વક અનુરોધ કરાયો છે.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!