ધાનેરાના થાવરમાં ખેતરમાં મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગતાં ખેડૂતનું મોત

- Advertisement -
Share

વરસાદી વાતાવરણના કારણે કરંટ લાગ્યો : લાશનું પી.એમ. કરાયું

 

ધાનેરાના થાવર ગામના ખેડૂત ગુરુવારે પોતાના ખેતરે બોરની મોટર ચાલુ કરવા જતાં વરસાદી વાતારણને લઇ કરંટ લાગતાં સારવાર અર્થે ખસેડાયા છતાં ખેડૂતનું મોત નિપજ્યું હતું.

 

ધાનેરા તાલુકાના થાવર ગામમાં રહેતાં માલાભાઇ હોગોળાભાઇ તરક (પટેલ) (ઉં.વ.આ. 35) ગુરુવારે પોતાના ખેતરે બોરની મોટર ચાલુ કરવા ગયા હતા.

 

ત્યારે વરસાદી વાતાવરણના કારણે કરંટ લાગ્યો હતો. તેની જાણ તેમના પરિવારના સભ્યોને થતાં તેમને ધાનેરા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે ફરજ પરના તબીબે માલાભાઇને મૃત જાહેર કર્યાં હતા.

 

જેથી તેમના પરિવારજનો દ્વારા ધાનેરા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી અને લાશનું પી.એમ. કરાવીને અંતિમ વિધી માટે લઇ જવામાં આવી હતી.

 

આ ઘટનાની જાણથી ધાનેરા પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. આ અંગે થાવર ગામના આગેવાન ઇશ્વરભાઇ પટેલે લોકોને જણાવ્યું હતું કે ‘પોતાના ખેતરમાં બોરની લાઇટની ઓરડીમાં તળીયે રબ્બરની સીટ
ફરજીયાત રાખવી જોઇએ. જેથી આવા બનાવો ન બને અને ચોમાસામાં તો ખાસ તકેદારી રાખવા માટે જણાવ્યું હતું.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!