પાલનપુર-અમદાવાદ હાઇવે પર જીવદયાપ્રેમીઓએ પશુઓ ભરેલી ટ્રક ઝડપી પાડી

- Advertisement -
Share

63 જેટલાં પશુ ભરેલ ટ્રક ઝડપી પાડી 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

રાજસ્થાનથી અમદાવાદ પશુઓને કતલખાને લઇ જતાં હોવાની બાતમીના આધારે જીવદયાપ્રેમીઓએ પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલ ગઠામણ પાટીયા નજીકથી ગુરુવારે 63 જેટલાં પશુ ભરેલ ટ્રક ઝડપી પાડી 2 શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનમાંથી અવાર-નવાર પશુઓને કતલખાને લઇ જવાતાં હોવાની ઘટના સામે આવી રહી છે. જયારે પશુઓને કતલખાને જતાં અટકાવવા માટે જીવદયાપ્રેમીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જયારે જીવદયાપ્રેમીઓ દ્વારા કતલખાને જતાં પશુઓના જીવ બચાવી પશુઓને નજીકની પાંજરાપોળ અને ગૌશાળામાં મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે ગુરુવારે વધુ એક જીવદયાપ્રેમીઓએ કતલખાને જતી પશુ ભરેલ ટ્રક ઝડપી પાડી છે.

જયારે જીવદયાપ્રેમીઓ પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલ ગઠામણ પાટીયા નજીક હાજર હતા. તે દરમિયાન જીવદયાપ્રેમીઓને બાતમી મળેલ કે, રાજસ્થાનના આબુરોડ તરફથી એક ટ્રક નં. RJ-18-GA-6843 વાળી અમદાવાદ તરફ પશુઓને ભરી કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે.

જેથી જીવદયાપ્રેમીઓએ પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલ ગઠામણ પાટીયા નજીક બાતમીવાળી ટ્રકની વોચ ગોઠવી હતી.

તે દરમિયાન બાતમીવાળી ટ્રક નં. RJ-18-GA-6843 આવતાં તેને રોકાવતા દૂર રોકી હતી. જે બાદ જીવદયાપ્રેમીઓ ટ્રક પાસે જતાં ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો.

જે બાદ જીવદયાપ્રેમીઓએ ટ્રકમાં તપાસ કરતાં એક શખ્સ બેઠેલ તેનું નામ પૂછતાં તેનું નામ ઐયુબભાઇ મહંમદભાઇ સિપાઇ (રહે. અખ્ખર, બડાપુરા, ડીસા) વાળો હોવાનું જણાવ્યું હતું અને ટ્રક ચાલકનું નામ પૂછતાં તેને નામ જણાવેલ નહી.

જે બાદ જીવદયાપ્રેમીઓએ ટ્રકની તપાસ કરતાં 63 જેટલાં પશુઓને એકબીજાને ચામડી ઘસાય તે રીતે કૂરતાપૂર્વક ખીચોખીચ ભરી ટ્રકમાં પાણીની કે ઘાસચારાની કોઇ જ સગવડ ન હતી.

 

જયારે પશુઓને હેરાફેરીનું પાસ પરમીટ માંગતા કોઇ જવાબ આપ્યો નહી. જયારે પશુઓ ક્યાં લઇ જવાઇ રહ્યા છે. તેવું પૂછતાં કોઇ જ જવાબ આપ્યો નહી.

 

જે બાદ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી પશુ ભરેલ ટ્રકને ડીસા જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટમાં લઇ જઇ ટ્રકમાં પશુઓને ઉતારી ગણતા પાડા જીવ 56 અને ભેંસ જીવ 7 આમ કુલ 63 જેમાં 4 પાડા જીવ મરણ હાલતમાં મળી આવ્યા હતા.
જે બાદ જીવદયાપ્રેમીઓએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ ‌મથકે ટ્રક ચાલક અને ઐયુબભાઇ મહંમદભાઇ સિપાઇ (રહે.અખ્ખર, બડાપુરા, ડીસા) વાળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!