ડીસાના કંસારીની દીકરીનું હૃદય રોગનું ઓપરેશન હેલ્થ ટીમની મદદથી સફળ કર્યું

- Advertisement -
Share

પરિવારના સભ્યોના ચહેરા પર હવે ખુશીની લહેર પ્રસરી છે.

 

ડીસાના કંસારી ગામના ખેડૂત પરિવારની દીકરીને હૃદયના ઓપરેશનની જરૂર હતી. પરંતુ હૃદયના ઓપરેશનથી ગભરાતાં પરિવારને આરોગ્ય કર્મચારીઓએ સતત કાઉન્સિલીંગ કરીને હિંમત આપી દીકરીના
ઓપરેશન માટે તૈયાર કર્યા બાદ તેનું સફળ ઓપરેશન કર્યું છે. આજે પરિવારના પિતા જે દીકરીના દર્દથી ચિંતિત રહેતા હતા તે પરિવારના સભ્યોના ચહેરા પર હવે ખુશીની લહેર પ્રસરી છે.

 

બનાસકાંઠાના ડીસા તાલુકાના કંસારી ગામના વખુજી ઠાકોરની દીકરી પાયલને હૃદયની બીમારી હતી. જેને લઇને તેઓ ખૂબ જ પરેશાન રહેતાં હતા.
વખુજીને ખબર જ ન હતી પડતી કે કરે તો હવે શું કરે તેવામાં હેલ્થ ટીમ 169 તેમની વ્હારે આવી અને સમજ આપી તેઓને તેમની દીકરીના ઓપરેશન માટે તૈયાર કર્યા હતા.

 

તા. 8 જૂન 2022 ના રોજ વખુજીની દીકરીની પહેલી વિઝીટ યુ.એન.મહેતા હોસ્પિટલમાં થઇ હતી. ત્યારબાદ તા. 13 જૂન 2022 ના ઓપરેશન માટે દાખલ કરાઇ હતી.
અને તા. 2 જુલાઇ 2022 ના રોજ સફળ ઓપરેશન કર્યું હતું. ત્યારબાદ રજા મળતાં ઘરે પરત ફર્યા હતા. આ સમગ્ર દિવસોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખેડૂતની દીકરીની સાર સંભાળ લેવામાં આવતી હતી.]

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!