કુલ્લુમાં ખાનગી બસ ખીણમાં ખાબકતાં બાળકો સહીત 12 વ્યક્તિઓના મોત

- Advertisement -
Share

કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. 2-2 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.

 

હીમાચલના કુલ્લુમાં સોમવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. મુસાફરોની ખાનગી બસ સાંજ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત નિપજ્યા છે.
જેમાંથી કેટલાંક બાળકો પણ છે. કેટલાંક ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. જયારે બસમાં 20 થી વધુ લોકો સવાર હતા.

આ દુર્ઘટના સવારે 8 વાગ્યે કુલ્લુની સાંજ ઘાટીમાં થઇ હતી. જીલ્લા કમિશ્નરનું કહેવું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. બસ કુલ્લુથી સાંઇજ જઇ રહી હતી.
આ બસમાં શાળાના બાળકો મુસાફરી કરી રહ્યા હતા. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. 2-2 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.

 

તે જ સમયે રાજ્ય સરકારે મૃત્યુ પામેલા લોકોના નજીકના સબંધીઓને રૂ. 5,00,000 અને ઘાયલોને મફત સારવારની જાહેરાત કરી હતી.
તે જ સમયે જેમને નાની-મોટી ઇજાઓ થઇ છે. તેમને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક રાહત તરીકે રૂ. 15,000 આપવાની જાહેરાત કરાઇ છે.

 

અકસ્માતમાં ઘાયલોમાં બસના કંડક્ટર ગોપાલે જણાવ્યું હતું કે, ‘અમને ખબર પણ ન પડી કે શું થયું બસ માટી પર લપસી ગઇ હતી.
જેમાં લગભગ 12-15 મુસાફરો હતા. અમને પોતાનો બચાવ કરવાની તક મળી ન હતી. બધું ખૂબ જ ઝડપથી થઇ ગયું હતું.’

 

પી.એમ. મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પી.એમ.એ કહ્યું, હીમાચલ પ્રદેશના કુલ્લુમાં બસ દુર્ઘટના હૃદયને હચમચાવી દેનારી છે. આ દુઃખદ સમયમાં મારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે.
હું આશા રાખું છું કે, જેઓ ઘાયલ થયા છે. તેઓ જલ્દી સ્વસ્થ થઇ જાય. હીમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!