ડીસાના માલગઢમાં રામાબાપુ કૈલાશધામ ગૌશાળાની સ્થાપના દિનની ઉજવણી કરાઇ

- Advertisement -
Share

ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલી રામાબાપુ ગૌશાળા અને કૈલાશધામ સાર્વજનિક ટ્રસ્ટ-માલગઢ સંચાલિત રામાબાપુ કૈલાશધામ ગૌશાળાની સ્થાપના દિનની ઉજવણી કરાઇ હતી. જેમાં 15માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે શુક્રવારે ગૌશાળાની તમામ ગૌ માતાને ગૌ ભક્તોએ ગોળ અને શાકરથી મોં મીઠું કરાવ્યું હતું.

જ્યારે ભવ્ય ભજન સત્સંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કલાકાર તરીકે પ્રકાશભાઇ ગેલોત અને સુરેશભાઇ ગેલોતના મુખેથી ભાવિક ભક્તોને ડોલાવ્યા હતા. જ્યારે સીસોદરાના ગૌભક્ત છોગારામજી બાપુ અને ઓમગીરી બાપુએ ભાવિક ભક્તોને આર્શિવચન પાઠવ્યા હતા.
જ્યારે ગાયોને સમયસર ઘાસચારો મળી રહે તે માટે દાતાઓએ દાનની સરવાણી વહેવડાવી હતી. જ્યારે ભાવિક ભક્તોએ સમૂહ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જીલ્લા પ્રભારી કિસાન મોરચો કે.ટી. માળી, શાંતિલાલ કચ્છવા, ગૌશાળાના પ્રમુખ અને સંચાલક બાબુલાલ ચતરાજી કચ્છવા, ભાવેશભાઇ સાંખલા, સુરેશભાઇ ડી. કચ્છવા, બનાસકાંઠા જીલ્લા કોલ્ડ સ્ટોરેજ પ્રમુખ ફૂલચંદભાઇ ડી. કચ્છવા, ડીસા તાલુકા ડેલીગેટ નરેશભાઇ સોલંકી, માલગઢ આદર્શ હાઇસ્કૂલના પ્રમુખ અમૃતભાઇ પી. પઢિયાર, વિરાજી કચ્છવા, રૂપાજી માળી, નરેશભાઇ સી. ટાંક, ઘનશ્યામભાઇ માળી, મનસુખલાલ ગેલોત, હબતાજી માળી,રાજુભાઇ ત્રિવેદી, અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!