દિયોદરમાં ખેડૂતોએ સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

સરકાર ખેડૂતોની વાત નહીં સાંભળે તો આગામી સમયમાં ચૂંટણીનો બહીષ્કાર : સત્તાધારી પક્ષના એક પણ નેતાને ગામમાં ચૂંટણી પ્રચાર માટે ઘૂસવા નહીં દેવાય તેવી ચિમકી પણ ઉચ્ચારી

 

બનાસકાંઠા જીલ્લામાં હજુ પણ પાણીની સમસ્યા યથાવત છે. જેમાં સરકારે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવાનું કહ્યા બાદ એક દિવસ ચાલુ રાખી બંધ કરી દેતાં રોષે ભરાયેલા ખેડૂતોએ દિયોદરમાં રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
જો તાત્કાલીક સરકાર પાણી નહીં છોડે તો આગામી સમયમાં ચૂંટણીનો બહીષ્કાર કરી સત્તાધારી પક્ષના એક પણ નેતાને ગામમાં ચૂંટણી પ્રચાર માટે ઘૂસવા નહીં દેવાય તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
બનાસકાંઠા જીલ્લાના 5 તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ-સુફલામ કેનાલ છેલ્લા ઘણા સમયથી કોરી ધાકોર પડી છે.
ત્યારે ઓછા વરસાદના કારણે અત્યારે પાણીના તળ 1,000 ફૂટથી પણ વધુ ઉંડા થઇ જતાં ખેડૂતોને સિંચાઇની સમસ્યા ઉદભવી છે.
જે માટે અગાઉ દિયોદર સહીત આજુબાજુ વિસ્તારના ખેડૂતોએ વારંવાર આંદોલન કરી પાણીની માંગ કરી હતી અને આખરે સરકારે 6 દિવસ સુધી સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી હતી.
પરંતુ સરકારે સુજલામ-સુફલામ કેનાલમાં માત્ર એક જ દિવસ પાણી છોડી બંધ કરી દેતાં ફરી ખેડૂતો રોષે ભરાયા છે.
અને દિયોદરમાં અમરાભાઇ પટેલ અને રાજુભાઇ ગજ્જરની આગેવાનીમાં ખેડૂતોએ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જયારે તાત્કાલીક સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી.
અને જો સરકાર ખેડૂતોની વાત નહીં સાંભળે તો આગામી સમયમાં ચૂંટણીનો બહીષ્કાર કરી સત્તાધારી પક્ષના એક પણ નેતાને ગામમાં ચૂંટણી પ્રચાર માટે ઘૂસવા નહીં દેવાય તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બનાસકાંઠાના કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમ સહીત ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા માટે કરોડો રૂપિયાની યોજનાની જાહેરાત કરી છે.
જો કે, બનાસકાંઠામાં સુજલામ-સુફલામ કેનાલ કમાન્ડ વિસ્તારમાં આવતાં ખેડૂતોની સમસ્યા હજુ પણ યથાવત છે. ત્યારે આ કેનાલમાં પણ પાણી છોડી ખેડૂતોની સિંચાઇનો વિકટ સમસ્યાનું સમાધાન થાય તેવી ખેડૂતોની માંગ છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!