ડીસાના તાલેપુરાના ગ્રામજનોએ રેતી ભરેલ ડમ્પરો બંધ કરાવવા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

રસ્તા પર રેતી ભરેલા ટ્રક ચાલકોએ અનેકવાર અકસ્માતો સર્જાયા છે. જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

 

છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકાના તાલેપુરા ગામના ગ્રામજનો રેતી ભરેલ ડમ્પરોના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ખાસ કરીને વારંવાર સર્જાતા અકસ્માતોને લઇ તાલેપુરા ગામના લોકો ભયમાં જીવી રહ્યા છે. ત્યારે આ તમામ સમસ્યાનો નિકાલ આવે તે માટે ગુરુવારે તાલેપુરાના ગ્રામજનોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
ડીસા તાલુકાના ભડથ ગામના હદ વિસ્તારમાં બનાસ નદીના પટમાં રેતીની ક્વોરીઓ આવેલી છે. આ ચાલતી ક્વોરીઓમાંથી ટ્રક ચાલકો રેતી ભરી તાલેપુરાથી થેરવાડા, વિઠોદર અને ડીસા બાજુ જતાં હોય છે.
તાલેપુરા ગામમાં આવેલ ગામના ગોદરેથી આ ટ્રક ચાલકો બેફામ રીતે ચાલતા હોય છે. ત્યારે તાલેપુરા ગામમાં પસાર થતાં રસ્તાની બાજુમાં પ્રાથમિક શાળા આવેલી છે અને આ શાળામાં 100 થી પણ વધુ બાળકો રોજેરોજ અભ્યાસ કરવા માટે આવે છે.
ત્યારે આવા સમયે ટ્રક ચાલકો આ શાળાની બાજુમાંથી દારૂનું સેવન કરી પૂરપાટઝડપે બેફામ ટ્રકો ચલાવતા હોવાથી પ્રાથમિક શાળાના બાળકો માટે જોખમરૂપ સાબિત થઇ શકે તેમ છે.
આ ઉપરાંત રસ્તાની બાજુમાં આંગણવાડી કેન્દ્ર અને અનેક રહેણાંક મકાનો આવેલા છે. જેના કારણે વારંવાર બેફામ ચાલતી ટ્રકોના કારણે અહીં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

 

આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર ટ્રકો બંધ કરાવવા માટે રજૂઆત કરાઇ છે તેમ છતાં પણ આજ દિન સુધી રેતી ભરેલી ટ્રકો બંધ કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિક લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે.

 

ત્યારે બીજી તરફ તાલેપુરા ગામમાંથી પસાર થતાં રસ્તા પર રેતી ભરેલા ટ્રક ચાલકોએ અનેકવાર અકસ્માતો સર્જાયા છે. જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

 

ત્યારે વારંવાર સર્જાતી ટ્રકોની સમસ્યાને લઇ ગુરૂવારે તાલેપુરાના ગ્રામજનોએ ડીસા નાયબ કલેકટર કચેરીમાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
જ્યાં તાત્કાલીક આવા ટ્રક ચાલકોને કડકમાં કડક સજા કરવામાં આવે અને તાત્કાલીક ધોરણે તાલેપુરા ગામમાંથી ચાલતી ટ્રકો બંધ કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!