ડીસામાં સરકારે ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન નહીં કરે તો ખેડૂતો આગામી સમયમાં જીલ્લાકક્ષાએ ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરશે

- Advertisement -
Share

મીટર પ્રથા નાબૂદ કરવા અંગે, પાણી સમસ્યાનું સમાધાન કે રી-સર્વેની કામગીરીમાં થયેલ ગોટાળા દૂર કરવા કોઇ જ પગલાં ન લેતાં આખરે કંટાળેલા ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે

 

બનાસકાંઠા જીલ્લામાં ફરી એકવાર ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવવા માટે મજબૂર બન્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા મીટર પ્રથા નાબૂદ કરવા અંગે, પાણી સમસ્યાનું સમાધાન કે રી-
સર્વેની કામગીરીમાં થયેલ ગોટાળા દૂર કરવા કોઇ જ પગલાં ન લેતાં આખરે કંટાળેલા ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાના છે.

બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો અત્યારે અનેક સમસ્યાઓથી પીડાઇ રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી વરસાદ ઓછો થતાં પાણીના તળ 1,000 થી 1,200 ફૂટ ઉંડા થઇ જતાં સિંચાઇની ગંભીર સમસ્યા સર્જાઇ છે.

ત્યારે બીજી તરફ સરકાર દ્વારા હવે નવા વીજ કનેક્શનમાં મીટર આપવામાં આવી રહ્યા જે મીટરમાં હોર્સ પાવર આધારીત બીલ કરતાં અઢીથી ત્રણ ઘણું વધુ બીલ આવતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

રી-સર્વેની કામગીરીમાં પણ મોટા ગોટાળા થતાં ખેડૂતો વચ્ચે ઝઘડાઓ થઇ રહ્યા છે. આ મામલે ભારતીય કિસાન સંઘ અને બનાસકાંઠા જીલ્લાના ખેડૂત આગેવાનોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ સરકારે આ બાબતે કોઇ જ ધ્યાન આપ્યું નથી.

જેથી કંટાળેલા ખેડૂતો આગામી સમયમાં જીલ્લાકક્ષાએ ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરશે અને તેમ છતાં પણ જો સરકાર ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન નહીં કરે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે

નેતાઓનો ઘેરાવો કરશે અને જરૂર પડશે તો દૂધ, શાકભાજી કે અનાજ માર્કેટમાં વેચવાનું બંધ કરી રોડ પર ઉતરી ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારી છે.

જે અંતર્ગત મંગળવારે ડીસા તાલુકાના રાણપુર રોડ પર આવેલ સોમનાથ કોલ્ડ સ્ટોરેજમાં ડીસા તાલુકાના ખેડૂતોની બેઠક યોજાઇ હતી. જેમાં ખેડૂતોને પડતી તકલીફોને સરકાર સુધી પહોંચાડવા માટે ચર્ચા-વિચારણા કરાઇ હતી.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘છેલ્લા 3 વર્ષથી વરસાદ નહીવત થવાના કારણે પાણીના તળ ઉંડા જતાં જીલ્લામાં સિંચાઇની ગંભીર સમસ્યા સર્જાઇ છે. તેવામાં મીટર પ્રથાને કારણે ખેડૂતોએ વધુ બીલ ચુકવવું પડતું હોવાથી પડતાં પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.
જ્યારે સરકાર ખેતી પર આધારીત બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોની વેદનાને સમજી સમસ્યાઓ હલ નહીં કરે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સરકારે ખેડૂતોના રોષનો ભોગ બનવું પડે તો નવાઇ નહીં.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!