બનાસકાંઠાના દાંતા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદથી અનેક જગ્યાએ નુકશાન થવા પામ્યું

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાં આજે બપોર બાદ ભારે વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો ભારે વાવાઝોડા સાથે વરસાદ થતા અનેક મકાનોના છતના પતરા પણ ઉડી જવા પામ્યા હતા. તેમજ મોટા વૃક્ષો પણ ધરાશાયી થવા પામ્યા હતા. તેમજ 7 વીજ પોલ પણ ધરસાઈ થયા હતા આ ભારે વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે દાંતા પંથકમાં ચારે કોર પાણી પાણી જોવા મળ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે પરંતુ જોઈએ તેવો વરસાદ થયો નથી શરૂઆતમાં ઝરમર ઝરમર વરસાદ પડ્યા બાદ લાંબા વિરામ બાદ ફરી આજે બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકામાં વરસાદની એન્ટ્રી થઈ હતી ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આજે ભારે વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો વરસાદ શરૂ થતા.
ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું હતું તેમજ ભારે વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે અનેક મકાનોના છતના પતરા પણ ઉડી જવા પામ્યા હતા તેમજ મોટા વૃક્ષો પણ ‍રોડ પર ધરાશાયી થતાં રોડ પણ બંધ થવા પામ્યા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ હતી. તેમજ આ ભારે વાવાઝોડાના કારણે સાત જેટલા વીજપોલ પણ ધરાશાયી થયા હતા.
જેના કારણે વીજળી પણ ગૂલ થવા પામી હતી પરંતુ લાંબા સમય બાદ આવેલા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં તમામ લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હજુ પણ વરસાદ પડે જેથી બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા ત્રણેય જળાશયો પાણીથી ભરાય અને આગામી સમયમાં આવનારું જળ સંકટ ટળે અને લોકોને પીવા તેમજ સિંચાઇ માટે પાણી મળી રહે તેવી લોકો હાલ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે પરંતુ આજે પડેલા દાંતા પંથકમાં ભારે વાવાઝોડા સાથે વરસાદના કારણે અનેક જગ્યાએ મોટું નુકસાન થવા પામ્યું હતું પરંતુ કોઇ જાનહાનિ થઇ ન હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!