ડીસાના સેરગંજ ગાયકવાડ ખાતે પુળા ગોઠવવાના મામલે હુમલો કરાતા ફરિયાદ નોધાઇ

- Advertisement -
Share

ડીસાના સેરગંજ ખાતે ખેતરમાં પૂળા ગોઠવવા મામલે યુવતીને ત્રણ મહિલા સહિત બે યુવકોએ હુમલો કરી માર મારતા આ મામલે પીડિત યુવતીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

આ અંગેની ફરિયાદની વિગત અનુસાર ડીસાના સેરગંજ ખાતે રહેતા અજલિબેન રાજેશભાઇ દેવડા ગત તારીખ 23/06/22ના રોજ પોતાના ભાગની જમીનમાં પૂળા ગોઠવતા હતા તે દરમિયાન હરચંદજી સમાજી દેવડા, લીલાબેન હરચંદજી દેવડા, નવીનભાઈ હરચદજી દેવડા, શિલ્પાબેન કલ્પેશભાઈ દેવડા અને રેખાબેન નવીનભાઈ દેવડા સહિતનાઓ અજલિબેન રાજેશભાઇ દેવડાની જમીનમાં એક્સમ્પ થઈ પૂળા ગોઠવતા હતા.
જેથી અંજલીબેનના પિતા રાજસેભાઈએ કહેલ કે અમારી જમીનમાં કેમ પૂળા ગોઠવો છો તેમ કહેતા આ તમામ જણા ઉશ્કેરાઈ ગયેલા અને હાથમાં ધોકા, દાંતરડા લઈ મારવા દોડી આવેલા અને હુમલો કરી રાજેશભાઇ તેમજ તેમની દીકરી અને માર મારવા લાગેલ અને નવીનભાઈએ હાથમાંનો ધોકો રાજસેભાઇને મારવા જતા તેમની પુત્રી અંજલીબેન રોકવા જતા નવીનભાઈએ તેનો દુપ્પતો ખેંચી છેડછાડ કરેલ.
જોકે, હુમલાના પગલે રાજેશભાઇ અને તેમની દીકરી અંજલીબેન બુમો પાડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને મારમાંથી છોડાવેલા. જોકે, જતા જતા આ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે અંજલિબેન રાજેશભાઈ દેવડાએ ડીસા તાલુકા પોલિસ મથકે હરચંદજી સમાજી દેવડા, લીલાબેન હરચંદજી દેવડા, નવીનભાઈ હરચદજી દેવડા, શિલ્પાબેન કલ્પેશભાઈ દેવડા અને રેખાબેન નવીનભાઈ દેવડા વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!