અમીરગઢમાં હત્યાની શંકાને લઈને રબારીયામાં આદિવાસી ટોળાંએ ચડોતરૂ કરી ઘરમાં આગ ચાંપી

- Advertisement -
Share

અમીરગઢના જૂનિરોહની સીમમાં રેલવે ટ્રેક પરથી અજાણ્યા યુવકની લાશ મળી હતી. જે યુવક આબુરોડ તાલુકાના ગઢ-ખેજડા ઉપલાગઢનો આદિવાસી હોવાની ઓળખાણ થઇ હતી. ત્યારે ગઢ-ખેજડા ઉપલાગઢના આદિવાસીઓ પરિવારોએ મૃતક યુવક અને રબારીયા ગામનો યુવક બન્ને પાલનપુર નજીક આવેલા ભાવિસણા ગામે ભાગીયા તરીકે કામ હોવાથી તેને માર્યો હોવાની શંકા રાખી અમીરગઢ તાલુકાના રબારીયા ગામે આદિવાસી સમાજના લોકો ઉપર એક હજારનું ટોળું હથિયારો સાથે ધસી આવી ચડોતરું કરી ઘરમાં તોડફોડ કરતાં રબારીયા ગામમાં અફરા તફરી મચી ગઇ હતી.

 

ચારેક દિવસ પહેલા અમીરગઢના જુનિરોહની સીમમાં રેલવે ટ્રેક પરથી અજાણ્યા યુવકની લાશ મળી હતી. આ યુવક આબુરોડ તાલુકાના ગઢ-ખેજડા ઉપલાગઢનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે યુવકના મૃતદેહને વાલીવારસોને સુપ્રુત કરવામાં આવ્યો હતો.
જોકે, શુક્રવારે ચાર દિવસ બાદ મૃતકના પરિવારજનો સહિત એક હજાર જેટલા આદિવાસી મહિલા સહિત યુવાનોના ટોળું હાથમાં તલવાર, કુહાડી, ધારીયા, લોખંડની પાઇપ, ખિલાસરી, ચાકુ જેવા હથિયારો સાથે ચડોતરું લઈને રબારીયા ગામે રહેતા સોમીરાભાઈ રૂગાભાઈ રાઠોડના ઘરે જઈને મકાનને તોડી પાડી મોટું નુકસાન કર્યું હતું.
ઘરવખરી સહિત ધાસચારો તેમજ ઘર આગળ પડેલા લાકડાઓને સળગાવી દીધા હતા. ખેતીની સાધનસામગ્રી કૂવામાં નાખી દીધી હતી. મૃતક યુવક અને રબારીયા ગામે રહેતા લક્ષ્મણભાઈ રૂગાભાઈ રાઠોડ છેલ્લા કેટલાય સમયથી પાલનપુર નજીક આવેલા ભાવિસણા ગામે ભાગીયા તરીકે અલગ-અલગ જગ્યાએ ખેતી કરતા હતા.
મૃતક ત્યાંથી જૂનીરોહ નજીક કેવી રીતે આવ્યો કેવી રીતે મૃત્યુ પામ્યો તેની શંકા રાખી લક્ષ્મણભાઈના ઘરે આવીને ચડોતરું કરવામાં આવ્યું હતું. ચનાર બોર્ડર નજીક રાજસ્થાન પોલીસ ના કાફલા સાથે આવી પહોંચી હતી. જે અંગેની જાણ અમીરગઢ પોલીસને કરવામાં આવી હતી. અમીરગઢ પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઇ આ ચડોતરાને રોકવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પટોસણના યુવકે સાસુ સાહિનબીના પઠાણ, સાળી સોફિયાખાન પઠાણ સાથે પટોસણ ગામે આવ્યા હતા અને વાહનમાં તેની પત્નીનું અપહરણ કરી લઈ ગયા હતા. આ અંગે શૈલેષકુમારએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!