પાલનપુરમાં રખડતાં ઢોરની અડફેટે એક યુવક ગંભીર

- Advertisement -
Share

અવાર-નવાર બનતા બનાવોને લઇ સ્થાનિક લોકોમાં નગરપાલિકા સામે રોષ ભભૂકયો

 

પાલનપુર હનુમાન ટેકરી પર રખડતાં ઢોરની અડફેટે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. પાલનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે રખડતાં પશુઓને લઇ અનેક લોકોને ઇજાઓ પહોંચી છે.
જેમાં શનિવારે હનુમાન ટેકરી નજીક એક બાઇક સવારને રસ્તામાં ઉભેલા ઢોરે અડફેટે ,લેતાં બાઇક સવાર યુવકને ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર હનુમાન ટેકરી નજીક એક બાઇક સવાર હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન રખડતાં ઢોરે બાઇક ચાલક યુવકને અડફેટે લેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આજુબાજુના લોકો દોડી આવી યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. જો કે, આવી બનતી ઘટનાઓને લઇને શહેરીજનોમાં નગરપાલિકા સામે રોષ ભભૂકી ઉઠયો છે.

 

બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં પાલનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે રખડતાં પશુઓનો કારણે અનેક વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
અનેકવાર ફરતાં પશુઓના કારણે કેટલાંક રાહદારીઓ અને કેટલાંય વાહનચાલકોને ઇજાઓ પહોંચતી હોય છે. નગરપાલિકાની બેદરકારીને કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડે છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!