ડીસામાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના નાગરિકોને સસ્તી વીજળી પુરી પાડવા બાબતે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

જીલ્લા કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજી

 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા લોકહીતના વિવિધ મુદાને લઈને આંદોલન ચલાવી રહી છે. તાજેતરમાં શિક્ષણ અને આરોગ્યના મુદે આંદોલન કરતાં સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરવાની ફરજ પડી છે.

ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા સસ્તી વિજળી અને મફત વિજળી નાગરીકોને પુરી પાડવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનનું રણશિંગુ ફુંકાયું છે.

ત્યારે બુધવારે ડીસા આમ આદમી પાર્ટીના જીલ્લા કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જ્યાં આમ આદમી પાર્ટીના નવા હોદ્દેદારોનુ સન્માન કરાયું હતું.

 

જે બાદ ગુજરાતમાં નાગરીકોને સસ્તી વિજળી અને મફત વિજળી મળી રહે તેવી માંગ સાથે માનનીય મુખ્યમંત્રીને સંબોધીને નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સાથે રજુઆત કરવામાં આવી હતી કે ગુજરાતમાં વીજળી ઘણી મોંઘી છે.

 

ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા સરકારી સાહસોને રાજ્ય સરકારે ઇરાદાપૂર્વક મારી નાખ્યા એટલે વીજળી માટે રાજ્ય ખાનગી વીજ ઉત્પાદન મથકો પર આશ્રિત થયું હતું.

 

ગુજરાત સરકારના આ આંધળા ખાનગીકરણની ઊંચી કિંમત હાલ ગુજરાતના નાગરિકો બેવડી રીતે ભોગવી રહ્યા છે. પ્રથમ તો, ખાનગી પાવર પ્લાન્ટ સાથે 2007 માં 25 વર્ષ સુઘી વીજળી ખરીદવાના જે ફીક્સ ભાવો નક્કી કર્યા હતા.

 

તે ખાનગી પાવર પ્લાન્ટોના દબાણ હેઠળ આવીને ગુજરાત સરકારે રીવાઇઝ કરી આપ્યા. એને કારણે જ છે થોડાક જ વખતમાં એપ્રિલ 2021 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ રૂ. 1.80 હતો, જુલાઈ 2021 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ રૂ. 1.90 થયો,ઓક્ટોબર 2021 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ રૂ. 2.00 થયો,

 

જાન્યુઆરી 2022 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ રૂ. 2.10 થયો, માર્ચ 2022 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ રૂ. 2.20 થયો,એપ્રિલ 2022 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ રૂ. 2.30 થયો, આમ સરકારની ભૂલનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે.

 

બીજીબાજુ ખાનગી પાવર પ્લાન્ટ કરાર મુજબ વીજળી પુરી પાડવામાં વચ્ચે વચ્ચે આડોડાઈ કરી કૃત્રિમ અછત ઉભી કરે છે. ત્યારે ગુજરાત સરકારે ખુલ્લા બજારમાંથી ખૂબ ઉંચા ભાવે વીજળી ખરીદવી પડે છે.

 

સરકારે ખુલ્લા બજારમાંથી વીજળી ખરીદે એનો સીધો મતલબ છે કે, રાજ્યની જનતાના પરસેવાની કમાણીના ટેક્સના રૂપિયા વેડફાઈ રહ્યા છે અને ગુજરાતની જનતા માથે દેવું વધી રહ્યું છે.

 

આમ આદમી પાર્ટીની હાલ દિલ્હી અને પંજાબ એમ 2 રાજ્યોમાં સરકાર છે તે પોતાના નાગરિકોને 200 અને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપે છે એની સામે ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો પાસેથી ખુબ ઊંચા દરો વસુલ કરે છે.

 

આમ આદમી પાર્ટી-ગુજરાત,નાગરિકોની થઇ રહેલી ઉઘાડે છોગ લૂંટ સામે સરકાર સમક્ષ માંગ કરવામાં આવે છે. જેવી રીતે પંજાબ અને દિલ્હીમાં નાગરીકોને સસ્તી વિજળી અને મફત વિજળી આપવામાં આવે છે.

 

તેજ રીતે ગુજરાતના નાગરીકોને પણ સસ્તી વિજળી અને મફત વિજળી આપવામાં આવે અને જો સરકાર દ્વારા આમ આદમી પાર્ટીની માંગ સ્વીકારવામાં નહી આવે તો આગામી દિવસોમાં રાજ્ય વ્યાપી આંદોલનના ભાગરૂપે કાર્યક્રમો યોજવાની ફરજ પડશે.
રાજ્યના મુખ્યમંત્રી તરીકે આમ આદમી પાર્ટી-ગુજરાતની માંગણી છે કે, ગુજરાતના નાગરિકોને 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે જેથી મોંઘવારીમાં પીસાઈ રહેલા મધ્યમ વર્ગને આંશિક રાહત મળે અને ગુજરાતની જનતા સાથે થયેલા અન્યાયનું નિવારણ થઇ શકે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!