રાજ્ય સરકારએ શૈક્ષણિક દાખલો મેળવવા માટે સોગંદનામુ નીકાળી દેતા વિદ્યાર્થીઓમાં ખુશી

- Advertisement -
Share

રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે જેમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ ક્ષેત્રે નીકાળવામાં આવતા દાખલાઓમાંથી સોગંદનામું નીકાળી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.

 

રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ તાજેતરમાં જ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે જેમાં ગુજરાત રાજ્યમાં હાલ ધોરણ 12ની પરીક્ષાઓ પૂર્ણ થઇ છે. જે બાદ પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ અન્ય કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે આવકનો દાખલો, જાતિના દાખલા અને નોન ક્રિમિનલ સર્ટી નીકળવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

આ તમામ દાખલાઓ નીકાળવા માટે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરાવવાથી લઈ સોગંદનામા કરાવવા સુધી વિદ્યાર્થીઓએ કલાકોના સમય સુધીનો સમય અને મોટા ખર્ચ થતા હતા. ત્યારે આ તમામ બાબતોને ધ્યાને લઇ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આજથી મહત્વનો નિર્ણય લીધો છે જેમાં આજથી મામલતદાર કચેરી ખાતે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે નીકાળવામાં આવતા આવકના દાખલા જાતિના દાખલા અને ક્રિમિનલ સર્ટી નીકાળવા માટે કોઇ પણ પ્રકારનું સોગંદનામું કરવું પડશે નહીં.

રાજ્ય સરકારના આ નિર્ણયથી આજે વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે તેને અમે આવકારીએ છીએ અને સોગંદનામામાંથી મુક્તિ આપવામાં આવતા વિદ્યાર્થીઓનો સમય અને ખર્ચ પણ બચશે. જેથી ગુજરાત સરકારના આ નિર્ણયને લઈ વિદ્યાર્થીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરના વિદ્યાર્થીઓ ક્રિમિનલ સર્ટી આવકના દાખલા અને જાતિના દાખલા મેળવવા માટે કલાકો સુધી પરેશાન થતા હતા ખાસ કરીને શિક્ષણ માટે દાખલા મેળવવા વિધાર્થીઓએ ફરજિયાત સોગંદનામું કરવું પડતું હતું જેના કારણે વિદ્યાર્થીઓએ ખોટા ખર્ચ અને સમય બગડતો હતો ત્યારે આ રજૂઆતના પગલે રાજ્ય સરકારે આજથી કોઇપણ વિદ્યાર્થીએ શિક્ષણ માટે જે દાખલા મેળવવાના હોય છે તેમાં વિદ્યાર્થી સોગંદનામાથી આજથી છૂટકારો આપવામાં આવે છે અને હજુ પણ આવનારા સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા અને કાર્ય કરવામાં આવનાર છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!