ડીસાના કુચાવાડા નજીક ટ્રેલરની ટક્કરથી યુવકનું મોત

- Advertisement -
Share

યુવકના પિતાએ ડીસા તાલુકા પોલીસ મથકે ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસાના કુચાવાડા ગામ નજીક શનિવારે મોડી રાત્રે એક પૂરપાટ જતાં ટ્રેલરે બાઇક સવાર યુવકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.
જેમાં ગંભીર ઇજાઓના કારણે બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું. જેથી આ બાબતે મૃતક યુવકના પિતાએ ડીસા તાલુકા પોલીસ મથકે ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના વિરૂણા ગામમાં રહેતાં વસંતપુરી તેજપુરી ગૌસ્વામી મજૂરી કામ કરી પરિવારનો નિર્વાહ કરે છે.

 

જેઓ ગત તા. 12/06/2022 ના રોજ પોતાના ઘરે હતા અને તે દરમિયાન શનિવારે રાત્રે 11 વાગ્યાની આજુબાજુ તેમને પેટમાં દુઃખાવો ઉપડતાં તેમણે તેમના દીકરા ચિરાગને બાઇક લઈ ઇનોવા કાર લેવા માટે મોકલ્યા હતા.

 

જો કે, તેના થોડા સમય બાદ તેમના ગામના માજી સરપંચ રમેશભાઇ દેસાઇ તેમના ઘરે આવ્યા હતા અને વસંતપુરીને જણાવેલ કે, તમારા દીકરાનો ડીસાના ઝેરડા-કુચાવાડા રોડ નજીક આવેલ મહાદેવ હોટલ નજીક અકસ્માત થયેલ છે.

 

જે બાબતની જાણ થતાં વસંતપુરી ત્યાં ગયા હતા અને જોયું તો તેમનો દીકરો રોડ ઉપર મૃત હાલતમાં પડેલો હતો અને તેના માથાના ભાગે લોહી નીકળતું હતું.

 

જો કે, તે દરમિયાન અકસ્માતવાળી જગ્યાએ ઉભેલા વ્યક્તિઓએ જણાવ્યું હતું કે, RJ-01-GB-3809 ના ચાલકે ગફલતભર્યું ટ્રેલર ચલાવી આ યુવકને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો છે અને અકસ્માત બાદ તેનો ચાલક ફરાર થઇ ગયો છે.
આ અંગે વસંતભાઇએ ડીસા તાલુકા પોલીસ મથકે ચાલક સામે ફરિયાદ નોંધાવતાં તાલુકા પોલીસ દોડી આવી હતી અને મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!