બનાસકાંઠામાં પશુ પાલકોની વિકટ પરિસ્થિતિ : બાજરીના સૂકા ઘાસચારાના પૂળાના ભાવમાં વધારો ઝીંકાયો

- Advertisement -
Share

આ વર્ષે બાજરીના પૂળાનો ભાવ રૂ. 22 થી 25 સુધી પહોંચી ગયો છે : ભૂગર્ભ જળ અને બાજરીના પાક માટે મજૂર વર્ગ ન મળતું હોવાના કારણે ખેડૂતો બાજરીના પાક બદલે અન્ય પાકો તરફ વળ્યા છે.

 

બનાસકાંઠા જીલ્લામાં ઉનાળુ સીઝન લેવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે બાજરીના સૂકા ઘાસચારાના પૂળાના ભાવમાં પણ વધારો થતાં પશુપાલકોની હાલત કફોડી બની ગઇ છે.

દર વર્ષ કરતાં આ વર્ષે સૂકા ઘાસચારાના પૂળાની ખૂબ માંગ ઉભી થતાં ભાવમાં પણ વધારો થયો છે. સામાન્ય રીતે સીઝન દરમિયાન એક પૂળાનો ભાવ રૂ. 15 થી 18 આજુબાજુ રહેતો હતો.

 

પરંતુ આ વર્ષે બાજરીના પૂળાનો ભાવ રૂ. 22 થી 25 સુધી પહોંચી ગયો છે. ત્યારે આવનાર સમયમાં બાજરીના સૂકા પૂળાનો ભાવ કેટલે પહોંચશે તેને લઇને પણ પશુપાલન વ્યવસાય કરનાર પશુપાલકોમાં
ચિંતા જોવા મળી રહી છે. જેને લઇ સીઝનમાં જ ખેડૂતો અને પશુપાલકો સૂકા ઘાસચારાનો સંગ્રહ કરવા લાગી ગયા છે.

 

બનાસકાંઠા જીલ્લામાં ઉનાળુ સીઝન દરમિયાન મોટેભાગે બાજરીનું વાવેતર થતું હતું પરંતુ આ વર્ષે બાજરીના પાકનો વાવેતર વિસ્તાર ઘટ્યો છે.

 

જેમાં ગત વર્ષે બનાસકાંઠા જીલ્લામાં 1,66,082 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. તેની સરખામણીમાં આ વર્ષે 1,61,461 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે.

 

જળ સંકટને લઇ ઘાસચારાની તંગી ઉભી થવા પામી છે. બનાસકાંઠા જીલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમ ખાલી રહેતાં જીલ્લામાં જળ સંકટ ઘેરાયું છે.

 

જેની સીધી અસર કૃષિક્ષેત્રે પડતાં ચાલુ સીઝનમાં ઘાસચારાની મોટી તંગી ઉભી થઇ છે. ઉનાળુ સીઝનમાં બાજરીની સાથે ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા છે.

 

બનાસકાંઠા જીલ્લામાં મોટેભાગે ઉનાળુ સીઝનમાં બાજરીનું વાવેતર થતું જ હતું પરંતુ ઘટતાં જતાં ભૂગર્ભ જળ અને બાજરીના પાક માટે મજૂર વર્ગ ન મળતું હોવાના કારણે ખેડૂતો બાજરીના પાક બદલે અન્ય પાકો
તરફ વળ્યા છે. જેમાં શક્કર ટેટી, તરબૂચ અને મગફળીનું વાવેતર કરવા લાગતાં બાજરીનું વાવેતર દર વર્ષે ક્રમશઃ ઘટતું જઇ રહ્યું છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!