અમીરગઢ નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ટ્રકના 2 ટુકડા થઇ ગયા : ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ

- Advertisement -
Share

અકસ્માતના પગલે અમીરગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રકને ક્રેનથી ખસેડી વધુ તપાસ હાથ ધરી

 

અમીરગઢ નજીક પસાર થતાં પાલનપુર-આબુ રોડ નેશનલ હાઇવે-27 પર શનિવારે અમીરગઢ પોલીસ સ્ટેશનની આગળ હાઇવે ઓવરબ્રિજ પરથી 30 ફૂટ નીચે ટ્રક ખાબકી હતી.
ઓવરબ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં જ ટ્રકના 2 ટુકડા થઇ ગયા હતા. જો કે, સદનસીબે ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં અકસ્માતમાં એક બાદ એક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
જેમાં શનિવારે એક અમીરગઢ નેશનલ હાઇવે પર અમીરગઢ પોલીસ સ્ટેશન નજીક ઓવરબ્રિજ પરથી 30 ફૂટ નીચે ટ્રક ખાબકતાં ટ્રકના 2 ભાગ થઇ ગયા હતા.
ઓવરબ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં નીચે કોઇ વાહન પસાર ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રક ઓવરબ્રિજ પરથી નીચે પડતાં ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ક્રેન દ્વારા ટ્રકને સાઇડમાં કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!