ડીસામાં ડીઝલ ભરાવવા બસોની લાંબી કતારો : મોદીના કાર્યક્રમ બાદ બસો પરત ફરતા લાગી કતારો

- Advertisement -
Share

ગઈકાલે નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને જેને લઇને સમગ્ર ગુજરાતમાંથી એસટી બસની સુવિધા વડાપ્રધાન કાર્યક્રમમાં લોકોને પહોંચાડવા માટે ઉપલબ્ધ કરાઈ હતી. જેમાં ડીસા અને થરાદ ડેપોની 85 બસો કાર્યક્રમમાં ગઈ હતી કાર્યક્રમ બાદ 450થી વધુ કિમી અંતર કાપે ખાલી 200 પરત આવતા એસટી બસોને એસટી વિભાગને મોટું નુકસાન થવા પામી છે અને આજરોજ ડીઝલ ભરાવવા માટે ડીસા ખાતે બસોની લાંબી કતારો લાગી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે સુરત સહિત આજુબાજુના વિસ્તારમાં આવ્યા હતા જેને લઇને સમગ્ર ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તો મોટી સંખ્યામાંથી સમગ્ર ગુજરાતમાંથી કાર્યક્રમમાં આવ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને લોકોને આ કાર્યક્રમ સુધી પહોંચવા માટે સરકારી બસો ઉપલબ્ધ કરાઈ હતી અને લોકોને નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પહોંચાડ્યા હતા.
450 કિમીનું અંતર કાપી ગઈ કાલે જ્યારે બસો ખાલી પરત ફરી હતી. જેથી એસટી વિભાગને નુકસાન થવા પામ્યું હતું. ગઈકાલે આ કાર્યક્રમમાં જ્યારે ડીસા અને થરાદ ડેપોની 85 જેટલી બસો આ કાર્યક્રમમાં ગઈ હતી અને 250થી વધુનું અંતર કાપી ખાલી બસો આવી હતી અને આજે આ ડીઝલ ભરાવવા માટે પહોંચી હતી જ્યાં લાંબી લાંબી કતારો જોવા મળી હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!