ધાનેરામાં કીર્તિ સ્તભ સહીતના પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

- Advertisement -
Share

 હજારો અબોલ જીવો માટે અપાર કરૂણા ઉતમોત્તમ સુવિધા નિર્માણ કરતાં દાતાઓ

 

બનાસકાંઠાના ધાનેરા જૈન મહાજન અને પાંજરાપોળ સરાલ વાડના આંગણે જીવદયાના રૂડા અવસરે અનેકો રાજસ્વી અગ્રણી, સામાજીક, સ્વૈચ્છિક સંસ્થાના સૂત્રધારોની ઉપસ્થિતિમાં કીર્તિ સ્તભ, તળાવ, ચંદન,
તલાવડી, સોલાર અને બોર સહીતના પ્રકલ્પોનો ભવ્ય લોકાર્પણ સમારોહ ગુરૂવારે યોજાયો હતો. જેમાં લોકાર્પણ સમારોહમાં અન્યત્ર કાર્યક્રમમાં રહેલ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

આ સમારોહમાં બનાસ ડેરીના શંકરભાઇ ચૌધરી, શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, સાંસદ પરબતભાઇ પટેલ, ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલ સહીત અનેકો

રાજસ્વી અગ્રણી, સામાજીક, સ્વૈચ્છિક સંસ્થા જીવદયાપ્રેમીઓની ઉપસ્થિતિમાં ધાનેરા સ્થાનિક વાસી જૈન સંઘ ગોવાલીયા ટેક મુંબઇ દ્વારા આયોજીતમાં પ્રમુખ ભરતભાઇ શાહ, મહેન્દ્ર જે. શાહ, મનિષભાઇ એમ.

દરબાર, ગાંધી ઓશિયા જેમ્સના પ્રકાશભાઇ ગાંધી, એવમ ધાનેરા જૈન મહાજન અને પાંજરાપોળ ટ્રસ્ટીની વિશાળ ઉપસ્થિતિમાં વિવિધ પ્રકલ્પોનો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
જેમાં જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થજો, દિન દુખિયાના આંસુ લ્હોના અને અંતરના કદી ધરશો તેવી શ્રેય માર્ગે ચાલવાની પ્રેરણા આપતો સુંદર સંદેશ આપ્યો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!