બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી બાઇક ચોરી કરતાં શખ્સને ઝડપ્યો : 13 બાઇક જપ્ત કરાઇ

- Advertisement -
Share

થરા-દિયોદર ત્રણ રસ્તા નજીકથી બાઇક ચોરની અટકાયત કરાઇ

 

બનાસકાંઠા જીલ્લા એલ.સી.બી. પોલીસે એક બાઇક ચોરને ઝડપી પાડયો છે. એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે થરાદ-દિયોદર ત્રણ રસ્તા નજીકથી સિદ્ધરાજ ઠાકોર નામના ચોરને ઝડપી પાડી
પૂછપરછ દરમિયાન તેણે બનાસકાંઠા જીલ્લા સહીત ગાંધીનગર, મહેસાણા, કચ્છ અને પાટણ જીલ્લામાંથી બાઇકની ઉઠાંતરી કરી અન્ય જીલ્લામાં સસ્તા ભાવે વેચતો હોવાની કબૂલાત કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં બાઇક ચોરીના વધતા બનાવને લઇ પોલીસ વડાએ એક અલગથી ટીમ બનાવવામાં આવી હતી.

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે શુક્રવારે કાંકરેજ તાલુકાના ઉણ ગામના સિદ્વરાજ ઉર્ફે ગુડ્ડુ સુંડાજી ઠાકોરને થરાદ-દિયોદર ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડયો છે.

 

ચોરની પૂછપરછ કરતાં તેણે બનાસકાંઠા સહીત પાટણ-મહેસાણા, કચ્છ અને ગાંધીનગર જીલ્લા સુધી ઘણા બાઇકોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

 

એલ.સી.બી. પોલીસે 13 જેટલાં બાઇકો રીકવર કર્યા છે. જો કે, સિદ્ધરાજ બાઇકો ચોરી કરી બીજા એક-બે જીલ્લાથી દૂર ઓછા રૂપિયામાં વહેંચી દેતો હતો. જો કે, પોલીસે 13 બાઇક જપ્ત કર્યાં છે. જેની અંદાજે કિંમત રૂ. 3,50,000 થાય છે.

 

આ અંગે જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જીલ્લામાં બાઇક ચોરીના બનાવ વધ્યા છે.
જેને લઇ આવા ચોરોને દબોચી લેવા એક અલગથી ટીમ બનાવવામા આવેલી હતી. શુક્રવારે બનાસકાંઠા એલ.સી.બી.એ સિદ્ધરાજ ઠાકોરની અટકાયત કરી હતી.
તેની પાસેથી પૂછપરછમાં તેણે માત્ર બનાસકાંઠા જીલ્લામા નહીં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ અને ગાંધીનગર જીલ્લા સુધી ઘણા બધા બાઇકોની ચોરી કરેલી છે. હાલમાં 13 જેટલાં બાઇકો રીકવરી કરવામાં આવ્યા છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!