ડીસા-ભીલડી રોડ પર બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતાં 1નું મોત, એક ઘાયલ

- Advertisement -
Share

ડીસા ભીલડી રોડ પર આવેલ માલગઢ નજીક આજે વહેલી સવારે બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. એક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એકનું મોત થયું છે અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસાથી ભીલડી નેશનલ હાઈવે પર આજે ત્રણ વાગ્યાના આસ પાસ માલગઢ નજીક એક ટ્રેલરમાં ટેકનિકલ ખામી હોવાથી તે રોડ પર પડ્યું હતું.

તે દરમિયાન પાછળથી આવી રહેલ પુર ઝડપે ટ્રેલરના ચાલકે આગળ પડી રહેલા ટ્રેલરના પાછળના ભાગે જોરદાર ટક્કર મારતાં ટ્રેલરના કેબિનના કુરચે ફૂરચા નીકળી ગયા હતા. ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108ની ટીમને જાણ કરતાં ડીસા તેમજ બેકરીની 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ અકસ્માતમાં કેબિનમાં ફસાયેલા ડ્રાઇવર તેમજ ક્લીનરને મહા મુસીબતએ બહાર નીકળ્યા હતા.

પરંતુ આ અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું તેમજ ક્લીનર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ વધુ સારવાર માટે પાલનપુર ખાતે રીફર કરાયો હતો અકસ્માતના પગલે ડીસા તાલુકા પોલીસને જાણ કરાતા ડીસા તાલુકા પોલીસની ટીમ પર ઘટનાસ્થળે દોડી આવી હતી વધુ તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!