ડીસાના દિવ્યાંગ ખેડૂતે 45 વીઘામાં ઓર્ગેનિક શક્કર ટેટીનું ઉત્પાદન કરી લાખોની ઉપજ મેળવી : શક્કર ટેટીનું કાશ્મીરીઓ પણ તેનો સ્વાદ માણે છે

- Advertisement -
Share

મધુ શક્કર ટેટીની બજારમાં માંગ સારી હોવાથી સફળતા મેળવી : શક્કર ટેટીમાંથી મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી સાબિત થયા

 

બનાસકાંઠાના ડીસાના વાસણા ગામ નજીક સંતોષી ગોળીયા ગામના દિવ્યાંગ ખેડૂતે 45 વીઘા જમીનમાં શક્કર ટેટીનું વાવેતર કરી રૂ. 45 લાખની મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી સાબિત થયા છે.

દિવ્યાંગ ખેડૂત નરેશભાઇએ ખેતીની અંદર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સારી ખેતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. ખેડૂતે ફક્ત રાસાયણિક ખાતર જ નહીં પણ સાથે સાથે જૈવિક ખાતરનો પણ ઉપયોગ કર્યો હતો. જેથી ખેતી ખર્ચમાં બહુ મોટો ઘટાડો થયો હતો.

ડીસા તાલુકાના વાસણા સંતોષી ગોળીયા ગામમાં રહેતાં નરેશભાઇ બાબુભાઇ ગેલોત (માળી) જેઓ એક પગે દિવ્યાંગ હોવા છતાં પણ ખેતીમાં સફળતા મેળવી પ્રગતિશીલ ખેડૂત બન્યા છે.

નરેશભાઇને આમ તો ખેતીનો વ્યવસાય વારસાગતમાં મળ્યો છે. તેમના પિતા પરંપરાગત ખેતી કરતા હતા. પરંતુ છેલ્લા 7-8 વર્ષથી તેમને ખેતીમાં કંઇક નવું કરવાનો વિચાર આવ્યો હતો.

જેથી તેમણે માર્કેટની સ્થિતિ જોઇ શરૂઆતમાં મધુ શક્કર ટેટીનું વાવેતર કર્યું હતું. જેની માંગ બજારમાં સારી હોવાથી તેમને શક્કર ટેટીમાં સારી સફળતા મળી હતી.
તે બાદ તેઓ સરકારી સહાય અને આધુનિક ટેક્નોલોજીની મદદથી મધુ શક્કર ટેટીનું વાવેતર વધારતા ગયા હતા.

આ વર્ષે તેમણે 45 વીઘા જમીનમાં મધુ નામની શક્કર ટેટીનું વાવેતર કર્યું હતું. જેમાંથી તેમને અંદાજીત રૂ. 45 લાખ જેટલો નફો થયો છે.

 

મધુ શક્કર ટેટી અન્ય જાત કરતાં લાંબો સમય તાજી રહેતી હોવાના કારણે માર્કેટમાં એની માંગ વધુ છે. મધુ શક્કર ટેટીનો ભાવ અન્ય શક્કર ટેટી કરતાં કીલે રૂપિયા 2 થી 3 વધુ ભાવ મળે છે.

 

આ વર્ષે નરેશભાઇએ એક કીલે સરેરાશ રૂ. 12 માં વેચાણ કર્યું છે. બનાસકાંઠા અને ગુજરાતમાં થતી મોટાભાગની મધુ શક્કર ટેટી કાશ્મીરમાં મોકલાય છે.

 

નરેશભાઇ જેવા ખેડૂત દિવ્યાંગ હોવા છતાં પણ પોતાની સૂઝબૂઝથી ખેતીમાં કંઇક નવું કરી સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.

 

આ અંગે દિવ્યાંગ ખેડૂત નરેશભાઇ ગેલોત (માળી)એ જણાવ્યું હતું કે, ‘મેં ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. ઓર્ગેનિકમાં મધુ શક્કર ટેટીનું વાવેતર કર્યું છે.

 

જેમાં હું શક્કર ટેટીના પાકમાં જીવામૃત બેક્ટેરીયા આપું છું અને ઉપર છાશનો છંટકાવ કરૂ છું. હું વર્ષના 3 ક્રોપ લઉં છું. ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના યોગેશ પવારનો બહુ આભારી છું.

 

તેમણે ખૂબ જ સજેશન આપ્યા છે અને સામેથી ફોલોપ લીધા છે. હું તેમનો ઋણી છું. ખેતીમાં દર વર્ષ હું 3 ક્રોપ લઉં છું.

 

ત્રણેય ક્રોપમાં હું સારી આવક મેળવું છું. મારા ગામમાં ઉંચામાં ઉંચા ભાવ મારી મધુ શક્કર ટેટીના જ આવતાં હોય છે.

 

મારૂ કહેવું છે કે, આ પ્રમાણે ખેતી કરવાથી આપણે પગભર થઇ શકીએ છીએ. જેમાં સરકારની સહાય અને સબસીડી પણ મળે છે. જેનો પણ લાભ લઇ શકાય છે.

 

આ વર્ષે મેં 45 વીઘામાં મધુ શક્કર ટેટીનું વાવેતર કર્યું છે. જેમાં એક વીઘા દીઠ રૂ. 1 લાખની આવક થશે એવી હું આશા ધરાવું છું. કેમ કે, શક્કર ટેટીની સારી એવી વેરાઇટીના સારા એવા ભાવ મળે છે.
અન્ય વેરાઇટી કરતાં મધુ શક્કર ટેટીના વિશેષ ભાવ મળશે. શક્કર ટેટીની મધુ વેરાઇટીમાં 17 થી 18 ટનની ગાડી એક સાથે ભરાય છે. ત્યારે શક્કર ટેટીની આવી વેરાઇટી વાવી અન્ય ખેડૂતો પણ પગભર બંને એવી હું તમામ ખેડૂતોને અપિલ કરૂં છું.

 

મારી શક્કર ટેટીની અન્ય રાજ્યમાં પણ જાય છે. જેથી ત્યાંથી સારો એવો ભાવ પણ મળે છે અને આ શક્કર ટેટીની સારી એવી માંગ પણ છે. ત્યારે આવનારા વર્ષોમાં બીજા ખેડૂતોને પણ અપિલ કરૂ છું કે, તેઓ પણ આ પ્રમાણેની ખેતી કરીને પગભર બને.’

 

આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો. યોગેશ પવારે જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જીલ્લાની અંદર વાસણા ગોળીયાના ખેડૂત નરેશભાઇ ગેલોત (માળી) દિવ્યાંગ ખેડૂત છે.

 

તેમ છતાં તેમણે ખેતીની અંદર સારી એવી સફળતા મેળવી છે. ખેતીની અંદર નવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સારી એવી ખેતી કરવાના તેમના જે પ્રયત્નો છે એમાં તેમને સફળતા મળી છે.

 

અમે તેમને શક્કર ટેટીની અંદર ધરૂથી વાવેતર કરવાની શરૂઆત કરાવી હતી. સાથે સાથે આ વખતે શક્કર ટેટીની સાથે પપૈયાનું વાવેતર કરવાની પણ શરૂઆત કરાવી છે.

 

તેમને ફક્ત ખેતીની અંદર રાસાયણિક ખેતી પર આધાર ન રાખી અને જૈવિક ખાતર થકી ખેતી ખર્ચમાં બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. પ્રતિ વીઘાએ 7 થી 8 ટન ઉત્પાદન તેમણે મેળવ્યું છે.

 

તેઓ જે શક્કર ટેટીની ખેતી કરે છે તે એક્સપોર ક્વોલિટીની વેરાઇટી હોવાથી અન્ય રાજ્યમાં એની મોટાપાયે માંગ છે અને બજાર ભાવ પણ ઉંચા આવે છે.
ત્યારે આ પ્રકારની વેરાઇટીની ખેતી કરી તેઓ 45 વીઘામાંથી સારી એવી કમાણી કરે છે. આ ઉપરાંત અન્ય પાકોની અંદર આધુનિક ખેતી દ્વારા બીજા ખેડૂતોને પણ પ્રેરણા આપવાનું કામ નરેશભાઇ ગેલોત કરી રહ્યા છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!