ડીસાના કંસારી નજીક બાઇક સ્લીપ ખાતાં યુવક ઘાયલ

- Advertisement -
Share

યુવકને 108 વાન એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

 

ડીસા તાલુકાના કંસારી ગામ નજીક સોમવારે બાઇક સ્લીપ ખાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

બનાસકાંઠા જીલ્લાના નેશનલ હાઇવે પર રોજેરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. વારંવાર સર્જાતાં અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

 

ત્યારે અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે સોમવારે વધુ એક અકસ્માત ડીસા તાલુકાના કંસારી ગામ નજીક સર્જાયો હતો. જેમાં ગઢ-મડાણાના યુવક બાઇક લઇને ધાનેરા તરફ જઇ રહ્યો હતો.

 

તે સમયે અચાનક ડીસા તાલુકાના કંસારી નજીક બાઇક સ્લીપ ખાઇ જવા પામ્યું હતું. બાઇક સ્લીપ ખાતાની સાથે જ યુવક રોડ પર પટકાયો હતો.

 

જેથી તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
અને તાત્કાલીક 108 વાન એમ્બ્યુલન્સને જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે સ્થાનિક લોકો દ્વારા યુવકને 108 વાન એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

 

From-banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!