ડીસાના આખોલમાં ફોટોગ્રાફી કરવા આવેલા ફોટોગ્રાફરના કેમેરા નોકર લઇ ફરાર થઇ જતાં ચકચાર

- Advertisement -
Share

કેનોન કંપનીના કેમેરા 2, લેન્સ અને એલ.ઇ.ડી. મળી કુલ રૂ. 2,46,500 નો સામાનની ઉઠાંતરી કરી ફરાર

 

ડીસાના આખોલ ગામમાં લગ્નમાં ફોટોગ્રાફી કરવા આવેલા ફોટોગ્રાફરના કિંમતી કેમેરા તેની સાથે આવેલા નોકર લઇને ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે ફોટોગ્રાફરે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર રાજ્યમાં હાલ લગ્નસરાની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે.

 

કોરોનાના મહામારીના 2 વર્ષ જેટલાં લાંબા સમય બાદ લગ્નની સિઝનના પગલે શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં પણ લગ્નો યોજાઇ રહ્યા છે.

 

ત્યારે લગ્ન પ્રસંગ માટે લોકો ફોટોગ્રાફરને પણ બોલાવતાં હોય છે. ત્યારે ડીસા તાલુકાના આખોલ ગામમાં એક લગ્ન પ્રસંગે સુરતમાં રહેતાં નારણભાઇ નાનચંદભાઇ જોષી તેમના નોકર દેવરાજભાઇ મેઘરાજભાઇ જાગીડ સાથે ફોટોગ્રાફી કરવા માટે આવ્યા હતા.

 

અને તા. 18/05/2022 ના રોજ દિવસ દરમિયાન લગ્ન પૂર્ણ થયા બાદ તા. 19/05/2022 ના રોજ રાત્રે તેમના નોકર સાથે સૂઇ ગયા હતા અને પોતાના કેમેરા તેમની ગાડીમાં મૂક્યા હતા.

 

તે દરમિયાન વહેલી સવારે નારણભાઇ જાગેલા અને બાજુમાં સૂતેલા તેમનો નોકર દેવરાજભાઇ પથારીમાં હાજર જણાયો નહી.

 

જેથી નારણભાઇએ તેને ફોન કરતાં તેને જણાવેલ કે, મારા મિત્રને મળવા આવ્યો છું. થોડીવારમાં ત્યાં આવું છું પરંતુ થોડા સમય બાદ નારણભાઇએ ફરીવાર ફોન કરતાં નોકર દેવરાજભાઇને ફોન ઉપાડેલ નહી

 

અને ત્યારબાદ તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દેતાં નારણભાઇને શંકા ગઇ હતી અને બહાર પોતાની ગાડીમાં કેમેરા મૂકેલા તે ગાડી પણ જોવા મળી ન હતી.

 

જેથી તેઓએ ગાડીની તપાસ કરતાં ડીસા બસ સ્ટેશન નજીકના પાર્કીંગમાં ગાડી તો મળી ગઇ હતી. પરંતુ ગાડીના દરવાજા ખુલ્લા હતા અને તેમાં મૂકેલા કેનોન કંપનીના કેમેરા 2, લેન્સ અને એલ.ઇ.ડી. મળી કુલ

 

રૂ. 2,46,500 નો સામાન તેમનો નોકર દેવરામભાઇ ચોરી કરી ફરાર થઇ ગયેલો છે તેવું ધ્યાને આવતાં તેઓ પોલીસ મથકમાં દોડી ગયા હતા.
આ અંગે નારણભાઇએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરાર નોકર દેવરાજભાઇ મેઘરાજભાઇ જાગીડ (રહે.રાજસ્થાન) વાળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!