ડીસાના જનસેવા કેન્દ્રમાં ઉતારા કઢાવવા માટે અરજદારોની કતારો લાગી

- Advertisement -
Share

સરકારની ઓનલાઇન સીસ્ટમ અને વી.સી.ઇ.ની હડતાળના પગલે ખેડૂતો પરેશાન

 

ધીમી ગતિએ ચાલતી ઓનલાઇન સીસ્ટમ અને ગ્રામ્ય વિસ્તારમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોની હડતાળના પગલે ખેડૂતો અને અરજદારો ઉતારા સહીતની કામગીરી માટે સવારથી જ જન સુવિધા કેન્દ્રમાં બેસી જાય છે.

સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર હડતાળ પર ઉતરી જતાં જગતનો તાત ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

 

જેના પગલે 7/12 ના ઉતારા સહીત અનેક કામગીરી કરાવવા માટે તાલુકા પંચાયત કચેરી અને જનસેવા કેન્દ્ર સુધી લાંબા થવાની ફરજ પડી રહી છે.

 

ત્યારે ડીસા તાલુકામાં પણ ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર ઓપરેટર હડતાળ પર હોય ગ્રામિણ વિસ્તારોમાંથી લોકો ડીસા જનસેવા કેન્દ્રમાં ઉતારા કઢાવવા માટે છેલ્લા કેટલાંય સમયથી ધરમ ધક્કા ખાતા નજરે પડી રહ્યા છે.

 

ત્યારે બીજી તરફ સરકાર દ્વારા ઉતારા કઢાવવા માટે સીસ્ટમમાં ફેર બદલની પ્રક્રીયા ચાલી રહી છે. જેના લીધે જનસેવા કેન્દ્રમાં પણ ઓનલાઇન સીસ્ટમ એકદમ ધીમી ગતિએ ચાલી રહી છે.

 

એક ઉતારા કઢાવવા માટે 30 મીનીટ જેટલો સમય લાગી રહ્યો છે. વહેલી સવારથી જનસેવા કેન્દ્રમાં ઉતારા કઢાવવા માટે અરજદારોની લાઇનો લાગી રહી છે.

 

સવારથી ટોકન લઇ અરજદારો ભૂખ્યા-તરસ્યા ઉતારા કઢાવવા માટે લાઇનોમાં ઉભા રહેતાં અરજદારોમાં ભારે આક્રોશ ભભૂક્યો છે.

 

જ્યારે મોટી સંખ્યામાં ગ્રામિણ વિસ્તારોમાંથી અરજદારો જનસેવા કેન્દ્રમાં એકત્રિત થયા હતા અને ઉતારા કઢાવવા માટે પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે તાત્કાલીક અસરથી કોમ્પ્યુટર ઓપરેટરોની હડતાળ
સમેટીને ઓનલાઇન સીસ્ટમમાં સુધારો કરી ચાલુ કરાવવામાં આવે તેવી સરકાર સમક્ષ લાગણી સાથે માંગણી વ્યક્ત કરાઇ છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!