ડીસાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ધારાસભ્ય શશીકાંત પંડયાના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ

- Advertisement -
Share

આજરોજ ડીસા શહેરની લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાના જન્મદિવસ નિમિત્તે ગણપતિના મંદિરએ મસ્તક ટેકી નાના બાળકો સાથે કેક કાપી અનોખી ઉજવણી કરી હતી.

 

આજના આ યુગમાં મોટા ઘરના લોકો તેમના જન્મદિવસ નિમિત્તે મોટી પાર્ટીઓ રાખી મોટા ખર્ચાઓ કરતા હોય છે પરંતુ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાએ તેમના જન્મદિવસની ઉજવણી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વચ્ચે જઈ ઉજવણી કરી હતી.
આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાના જન્મદિવસ નિમિત્તે સૌ પ્રથમ રીસાલા બજાર ખાતે ભગવાન રામના મંદિરે જઈ આરતી કરવામાં આવી હતી જે કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તે બાદ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાના જન્મદિવસ નિમિત્તે ડીસા શહેરની લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે આવેલ ગણપતિના મંદિરે તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જન્મદિવસની સૌથી વધુ ખુશી નાના બાળકોમાં જોવા મળતી હોય છે ત્યારે આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાએ તેમના જન્મદિવસની ઉજવણી નાના બાળકો વચ્ચે કરી હતી.
સૌપ્રથમ ધારાસભ્ય શશીકાંત પંડ્યા ગણપતિના મંદિરે જઈ દર્શન કર્યા હતા તે બાદ નાના બાળકો વચ્ચે રહી કેક કાપી તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી સાથોસાથ તમામ નાના બાળકોને પેન્સિલ બુક અને ચોકલેટનું પણ વિતરણ કર્યું હતું. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર,
ડીસા નગરપાલિકા કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ જોશી, ડીસા નગરપાલિકા ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી, ડીસા નગરપાલિકા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન નયનાબેન પરમાર, ડીસા નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન અમિતભાઈ રાજગોર, ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ શાહ સહીત મોટી સંખ્યામાં નાના બાળકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત થઇ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!