ડીસાના માલગઢ ખાતે માળી સમાજનો 21મો સમૂહ લગ્નનો મહોત્સવ યોજાયો, 29 નવદંપતિઓ શુભ સંસારની શરૂઆત કરી

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં આવેલ ડીસા તાલુકાના માલગઢ ગામની પરબડી (ક્રાન્તીનગર) મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા ખાતે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ-ડીસા દ્વારા શનિવારે માળી સમાજનો 21મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો.

જેમાં દિયોદરના શાસ્ત્રી રમેશચંદ્ર ભીખાલાલના વૈદાંત મંત્રોચ્ચાર સાથે 29 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી હતી. સમૂહ લગ્નના મુખ્ય યજમાન હીરાબેન દેવચંદજી રધાજી કચ્છવા પરિવાર બિરાજમાન થયા હતા. જ્યારે ગૌભક્ત છોગારામજી બાપુએ નવદંપતિઓને આર્શિવચન પાઠવ્યા હતા.

જ્યારે દાતાઓ દ્વારા નવદંપતિઓને ભેટ સોગાદો અપાઇ હતી. દાતાઓને પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડી વિશેષ સન્માન કરાયું હતું. સમાજના લોકોએ સમૂહ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે માલગઢ ગામના મહીલા સરપંચ ગટુબેન ભેરાજી સુંદેશા, માલગઢ ગામના પૂર્વ સરપંચ સોમાલાલ કચ્છવા, મફતલાલ ટાંક, નેમાજી કે. પઢિયાર, મંચ સંચાલક ગણપતભાઇ એસ. ભાટી, પાટણના નાયબ કલેક્ટર દલપતભાઇ ટાંક, બનાસકાંઠા જીલ્લા ભાજપ મહામંત્રી કૈલાશભાઇ વી. ગેલોત,
બનાસકાંઠા જીલ્લા ઉદ્યોગ સેલના પ્રમુખ સુખદેવભાઇ વી. ગેલોત, ગુજરાત પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચો ભાજપના પી.એન. ગેલોત, બનાસકાંઠા જીલ્લા પ્રભારી કિસાન મોરચો કે.ટી. માળી, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ માળી, દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઇ માળી, ભજનીક ગાયક કલાકાર પ્રકાશભાઇ માળી, માલગઢ યુવા સંગઠન કાર્યકરો, ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!