ગુજરાત રાજસ્થાન બોર્ડર ચેક પોસ્ટ પર અમીરગઢ પોલીસે ચેકિંગ દરમિયાન કન્ટેનરમાંથી 500 જેટલી પેટી દારૂ ઝડપી પાડ્યો છે. અમીરગઢ પોલીસે 5 હજાર 999 જેટલી બોટલો મળી કુલ 44 લાખ 72 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત રાજસ્થાન બોર્ડર ચેકપોસ્ટ પરથી અનેક વાર મોટાપ્રમાણમાં દારૂ ઝડપાતો હોય છે. બુટલેગરો અનેક વાર અવનવા કિમિયા રચી ગુજરાતમાં દારૂ ઘુસડવાના પ્રયત્નો કરતા હોય છે.
આજે અમીરગઢ પોલીસ ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન તરફથી આવતા કન્ટેનર નંબર (RJ-14-GF-4356)માં ચેક કરતા મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે. કન્ટેનરમાંથી 500 પેટી 5 હજાર 999 જેટલી બોટલો અમરગઢ પોલીસે કબ્જે લઇ દારૂની કિંમત 34 લાખ 55 હજાર 600 રૂપિયા સહિત 44 લાખ 72 હજારનો કુલ મુદ્દામાલ કબજે લઇ એક ઈસમની અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
From – Banaskantha Update