થરાદના મોરથલમાં પોલીસે વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

864 જેટલી બોટલો જેની કિંમત રૂ. 88,320 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી

 

થરાદના મોરથલ ગામની સીમમાંથી મંગળવારે થરાદ પોલીસે રહેણાંક ઘર અને ખેતરમાંથી રેડ કરી વિદેશી દારૂ અને બિયરની કુલ 864 બોટલો ઝડપી પાડી હતી.
બિયરની કિંમત રૂ. 88,320 ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. આ અંગે થરાદ પોલીસે શખ્સ સામે પ્રોહીબીશીન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, થરાદ પોલીસના સ્ટાફને મોરથલ ગામની સીમમાંથી મળેલી બાતમીના આધારે મંગળવારે બળવંતભાઇ વણાજી ચૌહાણ (રહે.મોરથલ, તા.થરાદ) વાળાના ખેતરમાં બનાવેલો અને

 

રહેણાંક ઘરે વિદેશી દારૂ અને બિયરની કુલ બોટલો ટીન નંગ-864 ઝડપી પાડી હતી. જેની કિંમત રૂ. 88,320 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે રેડ દરમિયાન ઝડપાયેલા બળવંતભાઇ વણાજી ચૌહાણ અને પ્રોહીબીશન મુદ્દામાલ ઉતારી મદદ કરનાર હેમજીભાઇ બળવંતભાઇ ચૌહાણ (રહે.મોરથલ, તા. થરાદ) વાળો હાજર ન મળી આવી બંને સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!