ઇકબાલગઢ હાઇવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં સારવાર દરમિયાન ડ્રાઇવરનું મોત

- Advertisement -
Share

અકસ્માત સર્જાતા એક ટ્રકમાં ડ્રાઇવર ટ્રકના કેબિનમાં ફસાઇ ગયો હતો : આજુબાજુના લોકોએ ડ્રાઇવરને મહામુસીબતે બહાર કાઢ્યો

 

બનાસકાંઠા જીલ્લાના બાયડ હાઇવે પર શનિવારે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકનો ચાલક આગળની ટ્રકની પાછળ ઘૂસી જતાં ટ્રકમાં ડ્રાઇવર કેબિનમાં ફસાઇ જતાં આજુબાજુના લોકોએ
ડ્રાઇવરને મહામુસીબતે બહાર નીકાળી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, સારવાર દરમિયાન ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં શનિવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઇકબાલગઢ હાઇવે પર અકસ્માત ઘટના બનતાં ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બનાસકાંઠા જીલ્લાના ઇકબાલગઢ હાઇવે પર શનિવારે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક ચાલક આગળ જઇ રહેલ ટ્રકને પાછળ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં આગળની ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતાં ટ્રકની કેબિનમાં ડ્રાઇવર ફસાઇ ગયો હતો. ટ્રકમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર નીકાળી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

પરંતુ સારવાર દરમિયાન ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જ્યારે ટ્રકનો ડ્રાઇવર ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો.

 

જ્યારે તાત્કાલીક ઇકબાલગઢ પોલીસ સ્ટેશને જાણ કરતાં ઇકબાલગઢ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ અંગે ઇકબાલગઢ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!