ડીસામાં 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતાં કંડક્ટરનું મોત

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા : ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

ડીસા-ધાનેરા હાઇવે પર શનિવારે 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટનાસ્થળે જ ટ્રેલરમાં બેઠેલ કંડક્ટરનું મોત નિપજ્યું હતું.
જ્યારે ડીસા તાલુકા પોલીસ દ્વારા મૃતકની લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.
ખાસ કરીને ડીસાના હાઇવે વિસ્તારોમાં હાલમાં મોટા હેવી વાહનોના અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
ખાસ કરીને વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે ગતરોજ ડીસાના બનાસ નદી પુલ પર 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
પરંતુ સદ્દનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. ત્યારે શનિવારે આવો જ એક વધુ અકસ્માત સર્જાયો હતો. જેમાં ડીસા-ધાનેરા રોડ પર આવેલા ઝેરડા નજીક ટ્રેલરની પાછળ અન્ય ટ્રેઇલર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ટ્રેલરમાં બેઠેલ કંડક્ટરનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને તાત્કાલીક ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી.

 

જે બાદ આ સમગ્ર ઘટનાને લઇ ડીસા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી ટ્રેલર કંડક્ટરની લાશનો કબજો મેળવી ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડાઇ હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!