ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં પૂજારી ઉપર અસામાજિક તત્વોએ ધોકા વડે હુમલો કર્યો

- Advertisement -
Share

આ સમગ્ર ફરિયાદની વિગતો અનુસાર ડીસાના નાકોડા સોસાયટી ખાતે રહેતા અને રિજમેન્ટ મહાદેવ મન્દિરમાં છેલ્લા ચોવીસ વર્ષથી પૂજા કરતા રાજેન્દ્ર મોહનલાલ જોશી 2 દિવસ અગાઉ પોતાના ઘરે હતા તે દરમિયાન સવારે નવ વાગે પીયૂસ માળીનો ફોન આવેલો કે તમારા દીકરા રવિન્દ્રને કેટલાક માણસો મારવા આવેલ છે તમે આવો.
તે દરમિયાન રાજેન્દ્રભાઇ રિજમેન્ટ મન્દિર ખાતે પહોંચ્યા હતા. જોકે ત્યાં જતા જાણવા મળેલ કે તેમના દીકરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે જેઓ ત્યાં પહોંચતા તેમના દીકરા રવિન્દ્રને માથાના ભાગે ઇજાઓ થયેલી હતી. જેથી આ બાબતે પૂછતાં તેને જણાવેલ કે સાંજે રાજુભાઇ કાળુભાઇ મોચીની પત્ની મંદિરે આવેલી અને કહેવા લાગલે કે મારા પતિને કેમ મંદિરે આવવા દેતા નથી તેમ કહી જેમતેમ બોલી ત્યાથી જતી રહેલ અને બીજા દિવસે સવારે દસરથજી છનાજી ઠાકોર, રાજુભાઇ કાળુભાઇ મોચી અને આનંદ ભયો ઠાકોર ત્યાં આવેલા અને તેમના હાથમાં ધોકા હતા.
ત્રણેય જણા અગાઉની અદાવત બાબતે ગાળો બોલવા લાગતા રવિન્દ્રએ ગાળો બોલવાની ના પાડતા આ ત્રણ ઉસકેરાઇ ગયેલા અને હાથમાં રાખેલ ધોકા વડે માર મારેલો અને તે દરમિયાન રાજુભાઇ મોચીની પત્ની પણ ત્યાં આવેલ અને ગાળો બોલવા લાગેલ હુમલાને પગલે રવિન્દ્રએ બુમો પાડતા આસપાસના લોકો દોડી આવી રવિન્દ્રને મારમાંથી છોડાવેલ પરંતુ જતા જતા આ તમામ એ રવિન્દ્રને જીવથી મારી નાખવાની ધમકી આપેલ.
જોકે પોતાના પુત્ર ઉપર થયેલ હુમલા બાબતે રિજમેન્ટ મંદિરના પૂજારી રાજેન્દ્ર મોહનલાલ જોશીએ ડીસા ઉત્તર પોલીસ મથકે દશરથ છનાજી ઠાકોર, રાજુ કાળું મોચી, આનંદ ઉર્ફે ભયો ઠાકોર અને રાજુ મોચીની પત્ની સામે ફરિયાદ નોંધવાતા પોલીસ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!