ધાનેરા પાંથાવાડા હાઇવે પર કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી ખેતરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો

- Advertisement -
Share

ધાનેરા પાંથાવાડા હાઇવે પર એક કાર ચાલકે પોતાનું સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર પલટી ખાઇ રોડની સાઈડમાં આવેલ એક ખેતરમાં ઘૂસી હતી. કારમાં સવાર ચાલકને ગુભિર ઇજા થતાં સારવાર માટે 108 મારફતે સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેમ એક શખ્સએ કાર ચાલકનું પાકીટ ચોરતા લોકોએ તેને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં રોજ બરોજ માર્ગ અકસ્માતની ઘટનાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે ધાનેરા પાથાવાડા હાઈવે પર આજે એક કારચાલકે પોતાના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર હવામાં ફંગોળાઈ હતી અને કાર પર દેખાઈ એક બાજુના ખેતરમાં ઘૂસી ગઈ હતી.
અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા કારમાં સવાર ડ્રાઈવરને સામાન્ય ઇજા થતા તાત્કાલિક ધોરણે 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અકસ્માત સર્જાતા એક શખ્સ દ્વારા કારમાં સવા ઇજાગ્રસ્ત ડ્રાઇવર પાસેથી પાકીટની ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટયા હતા તેમને બાકી ચોરને ઝડપી પાડી મેથીપાક ચખાડવાનો આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!