બનાસકાંઠા જિલ્લા ખાણ ખનિજ દ્વારા ડ્રોન ટેકનોલોજીથી ખનિજ ચોરી પકડી પાડી

- Advertisement -
Share

ભુસ્તરશાસ્ત્રીની કચેરી બનાસકાંઠા દ્વારા જિલ્લામાં અવાર નવાર ખનીજ ચોરી રોકવા અવનવા ઉપાયો હાથ ધરવામાં આવે છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠાની ટીમ દ્વારા તા.01/05/2022ના રોજ ફરી એક નવો પ્રયાસ હાથ ધરી ડ્રોન સર્વેલન્સથી બનાસકાઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરેલ.

તે દરમિયાન ડીસા તાલુકાના નાની આખોલ બનાસ નદી પટ્ટમાં બિન અધિકૃત રીતે ચાલતા એક ટાટા હિટાચી મશીન, એક સાદી રેતી ભરેલ ડમ્પર તેમજ એક ટ્રેક્ટર કે જેના નબર અનુક્રમ 1. GJ-02-VV-3855 2. GJ-18-BC-8094 છે જેને પકડી કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરેલ છે.

ઉલ્લેખનીય છે કે ગત તા.27/04/2022ના રોજ ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા વહેલી સવારે ખાનગી વાહનમાં ચેકીંગ હાથ ધરીને ડીસા ધાનેરા રોડ ઉપરથી કુલ-6 ડમ્પર ઝડપી પાડીને 11.50 લાખની દંડકિય વસુલાતની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા આવી અવિરત કાર્યવાહિના પરિણામે ગત વર્ષ ખનિજ ચોરીના કુલ 486 કેસ પકડીને રૂ. 659.83 લાખની માતબર રકમની દંડની વસૂલાત કરવામાં આવેલ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!