લાખણીના નાણીમાં હીન્દુ યુવા સંગઠન દ્વારા ફસાયેલ ગૌ વંશને ગૌ શાળામાં મોકલવાનું કાર્ય શરૂ કરાયું

- Advertisement -
Share

નાણી ગૌચરમાં આશરે 2,000 થી વધારે ગૌ વંશ ફસાયેલું છે : લાખણી તાલુકાની અલગ-અલગ ગૌશાળામાં મોકલવાનું ભગીરથ કાર્ય શરૂ કરાયું

 

લાખણી તાલુકાના નાણી ગૌચરમાં આશરે 2,000 થી વધારે ગૌ વંશ ફસાયેલું છે. જેનો કોઇ ધ્યાન રાખવાવાળુ નથી તેવી ફસાયેલી ગાયોને ટોલા મારફતે લાખણી તાલુકાની અલગ-અલગ ગૌશાળામાં મોકલવાનું ભગીરથ કાર્ય શરૂ કરાયું છે.

આ અંગે સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ‘હમણાં 10 દિવસથી નાણીમાં વાડો બનાવી ગાયો મોકલવાનું કાર્ય શરૂ કરાયું છે.

જેમાં આજ સુધી 213 ગાયો અને નંદી લાખણીની ગૌશાળામાં મોકલાયા છે અને રોજના 23 જેટલાં ગૌ વંશ મોકલાય છે.

આશરે 2 થી 3 માસ આ કાર્ય ચાલશે અને નાણી ગૌચરમાં રહેલ ગૌ વંશ ખાલી કરી ગૌ શાળામાં મોકલીશું અને શંકર ગાયોને પાંજરાપોળમાં મોકલીશું.

 

આ કાર્યમાં ગામના સેવકો સાથે મળીને કાર્ય કરીએ છીએ અને રોજ સેવાભાવીનો સાથથી નાણી ગૌચરમાં ઘાસ મોકલાય છે.
આ કાર્યમાં ખર્ચ વધુ હોવાથી સોશિયલ મીડીયાના માધ્યમથી ફંડ એકત્રિત કરીએ છીએ. જો કે, હાલ સંગઠન દ્વારા ટોટલ ખર્ચ કરીએ છીએ.’

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!