ભાભરમાં ત્યજી દીધેલ બાળક થેલામાંથી મળી આવતા મમતાને લાછન લાગે એવો કિસ્સો સામે આવ્યો

- Advertisement -
Share

ભાભરના બોરીયા ગામ નજીક અજાણ્યા વ્યક્તિ દ્વારા ત્રણ-ચાર દિવસનું બાળક થેલામાં ભરી બાંકડા પર મૂકી ફરાર થઈ ગયો હતો બાળકનો રડવાનો અવાજ આવતા આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવી 108ને જાણ કરતા 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી બાળકને ભાભર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડી ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં મમતાને લાછન લાગે તેવો બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ભાભરના બોરીયા ગામ નજીક ત્રણ-ચાર દિવસનું ત્યજી દીધેલ બાળકને કોઈ અજાણ્યો શખ્સ દ્વારા બાળકને થેલામાં ભરી એક બાકડા પર મૂકી ફરાર થઈ ગયો હતો.
બાકડા પર થેલામાં ભરેલ બાળકનો રડવાનો અવાજ આવતા આજુબાજુના ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક ભાભર પોલીસ તેમજ 108ની ટીમને જાણ કરતા પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્રણ ચાર દિવસનું ત્યજી દીધેલ બાળકને 108 દ્વારા ભાભર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બાળકને સારવાર માટે ખસેડાયું હતું. બાકડા પર થેલામાં ત્રણથી ચાર દિવસનું બાળક કોણ મૂકી ગયું છે. તેની ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!